Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની જેલમાંથી નાસી છૂટેલો પાકા કામનો કેદી ખંભાળિયામાંથી ઝડપાયો

jamnagar-jail-escapes-detained-from-prison

ખંભાળિયા:-જામનગર સ્થિત જિલ્લા જેલમાં એક ગુનાની સજાનો આરોપી શુક્રવારે નાશી ગયા બાદ આ આરોપીને ખંભાળિયામાંથી પોલીસે ઝડપી લીધો હતો.

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાબેના સૂરજકરાડી ખાતે રહેતા ભરત રાણાભાઇ કેર નામના  ભરણપોષણ ન ચુકવતાં અદાલતે 200 દિવસની જેલની સજા ફટકારતો હૂકમ કર્યો હતો. જામનગર સ્તિ જિલ્લા જેલ ખાતે સજા ભોગવી રહેલો ભરત રાણાભાઇ કેર આ સ્થળે ઉપસ્થિત સ્ટાફની નજર ચૂકવીને શુક્રવારે નાશી ગયો હતો. ઉપરોકત આરોપી ખંભાળિયા પંથકમાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાના પાદરમાં પોરબંદર રોડ પરની એક હોટલ  પોલીસે વોચ ગોઠવી કોમ્બીંગ નાઇટ દરમ્યાન ઉપરોકત આરોપી ભરત કેરને દબોચી લીધો હતો. ઝડપાયેલા આ આરોપીને જામનગર સીટી-એ ડિવીઝન પોલીસને સોંપી આપવાની તજવીજ કરવામાં આવી હતી.

Related posts

દુકાન ખાલી કરાવવા ભાડુત પર હુમલો કરવામાં આવ્યો, પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી

Nawanagar Time

જામનગરમાં ગણેશવાસ વિસ્તારમાંથી ગાંજાનું નેટવર્ક પકડાયું: 400 ગ્રામ ગાંજા સાથે એકની અટકાયત

Nawanagar Time

Leave a Comment