Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર-જોડિયા તાલુકામાં માત્ર 24 ગામના જ પીવાના પાણીના સેમ્પલ ‘ફીટ’

jamnagar-jodiya-taluka-only-24-villages-drinking-water-samples-fit

માર્ચ પહેલાં જ ડેમ ખાલી થતાં 99 પીવાના પાણીની સ્થિતી કફોડી બનશે

જામનગર:-હાલારમાં ઠેર-ઠેર તળના પાણી પીવા લાયક નથી તે સ્થિતિમાં ગ્રામજનો માટે પીવાના પાણીની સ્થિતિ કફોડી બનતી જાય તેવી દહેશત છે કેમકે જુથ યોજનાથી પાણી મળે છે તે હાલ પુરતુ છે બાદમાં શું થશે? બીજી તરફ જિલ્લા કક્ષાએ મંગાયેલી માહિતીના જવાબમાં જણાવાયું  કે વધુ ત્રણ ગામના સેમ્પલ અનફીટ આવ્યા છે અને જામનગર અને જોડિયા તાલુકાના માત્ર 24 ગામમાં જ સેમ્પલ ફીટ આવ્યા છે.

નર્મદા યોજના આધારીત પાણીની વ્યવસ્થા ન હોય તેવા જામનગર તાલુકાના 71 ગામ અને જોડિયા તાલુકાના 28 ગામ મળી 99 ગામોમાં હાલ જુદી જુદી જુથ યોજના હેઠળ પાણી અપાય  જુથ યોજના ડેમના પાણી, ડેમના સીયેજના પાણી અને ડેમ સાઇટના બોર-કુવાથી મળતા પાણી ઉપર આધારીત હોય તે સ્વભાવીક છે. ત્યારે જિલ્લાના એકાદ બે ડેમને બાદ કરતા મોટા ભાગના ડેમોમાં માર્ચમાં તો પાણી ખાલી થઇ જશે તેવી જ રીતે આ 99 ગામો જે જુથ યોજના ઉપર છે તેને પાણી કેવી  મળશે? તેની કોઇ વિગત આ પ્રશ્ર્નની માહિતી આપતી વખતે તંત્રએ સ્પષ્ટ કરી ન હતી ઉપરથી વધુ 3 ગામના સેમ્પલ અનફીટ આવતા આ 99 ગામોમાંથી 24 ગામના સેમ્પલ જ ફીટ છે માટે 75 ગામોને પાણીની શું વ્યવસ્થા થશે? તે અંગેનો સવાલ મીટીંગમાં સંપુર્ણ પણે સંતોષકારક જવાબ વગર રહ્યો.

Related posts

ગારા, કીચડ અને ગંદકીના પાપે નવાગામ ઘેડની હાલત ગામડાથી પણ બદતર

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં PUBG ગેઇમ રમવા ઉપર પ્રતિબંધ

Nawanagar Time

બર્ધન ચોક લાઠીચાર્જ મામલે અંતે પીએસઆઈની બદલી કરતા જિલ્લા પોલીસવડા

Nawanagar Time

Leave a Comment