Nawanagar Time
અમદાવાદ ગુજરાત

જામનગર-કચ્છ સહિત તમામ સૈન્ય મથકોએ હાઈ એલર્ટ, સરહદો સીલ

jamnagar-kutch-all-the-army-stations-including-high-alert-border-seals

પાકિસ્તાન ઉપર હુમલા બાદ સુરક્ષા વ્યવસાથા સંગીન

અમદાવાદ:-જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસી હવાઈ હુમલા કરી જડબાતોડ જવાબ આપતાં આ હુમલાના જવાબમાં પાકિસ્તાન કોઈપણ છમકલું કરે તો એને પહોંચી વળવા રાજ્યમાં સેનાના મુખ્ય  એવા જામનગર અને કચ્છમાં હાઈએલર્ટ જારી કરાયું છે અને સરહદો સીલ કરી દેવામાં આવી હોવાની વિગતો સાંપડી રહી છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાંઓ પર ભારતની મોટી કાર્યવાહીના સમાચારો આવ્યા ત્યારથી જ ગુજરાતના તમામ સૈન્ય ઠેકાણા હાઈ એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. મંગળવારની વહેલી સવારે ત્રણ સાડાત્રણ વાગ્યે  12 મિરાજ 2000 ફાઇટર પ્લેને પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓના છુપાવાના ઠેકાણા પર 1000 કિલોમાં બોમ્બ ફેંક્યા છે તો બીજી તરફ કચ્છ સરહદે પાક. ડ્રોન તોડી પડાયું ત્યારે ભારતની કાર્યવાહી બાદ જો પાકિસ્તાન કોઈ વળતો જવાબ આપે તો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા ગુજરાત સહિતના રાજ્યોમાં પાકિસ્તાન સાથેની સરહદો સીલ કરી દેવાઈ

ટોંચના સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ બોર્ડર નજીક ભારતીય સેનાએ પાકિસ્તાનનું શંકાસ્પદ ડ્રોન તોડી પાડવામાં આવ્યા બાદ દરિયાઈ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી ત્યારે કચ્છ સરહદે બોર્ડર સિક્યોરીટી ફોર્સને હાઈ એલર્ટ પર મુકી દેવામાં આવી છે. તો ગુજરાતના જામનગર અને ભુજ સહિતના તમામ એરફોર્સ સ્ટેશને સ્ટાફ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં  મુર્ખામીભર્યા કોઇપણ પ્રકારના વળતા પગાલાનો જડબાતોડ આપવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

jamnagar-kutch-all-the-army-stations-including-high-alert-border-seals
jamnagar-kutch-all-the-army-stations-including-high-alert-border-seals

બીજી તરફ ભારતીય એરફોર્સ દ્વારા કરવામાં આવેલ એર ટુ સરફેસ સર્જીકલ સ્ટ્રાઇક બાદ રાજ્યમાં પોલીસ દળોને પણ હાઈ એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. જેથી આજે ગાંધીનગરમાં યોજાનારી  ડીજીપી કોન્ફરન્સને રદ કરી દેવામાં આવી છે. સાથે જ  ડીજીપીએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરી પાકિસ્તાન બોર્ડર અને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાને લઈ ચર્ચા કરી હતી.

Related posts

ગુજરાત યુનિ.માં એબીવીપીનો હોબાળો: સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી

Nawanagar Time

40 દલિત પરિવારોનો સામાજિક બહિષ્કાર થતાં હાહાકાર

Nawanagar Time

ટાટા કંપનીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવા સરપંચ મંડળના પ્રમુખની રજૂઆત

Nawanagar Time

Leave a Comment