Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં 174 બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લેતી L.C.B

jamnagar-l-c-b-fast-taking-two-men-with-174-bottle-of-wine

પટેલ કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી દારૂ કબ્જે કરાયો

જામનગર:-જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં એલસીબી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના વિશાળ જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડ્યા છે. દારૂનો જથ્થો ક્યાંથી ખરીદાયો છે ? કેવી રીતે પહોંચાડયો છે ? અન્ય કોઈ શખ્સોની સંડોવણીનો તાગ મેળવવા સીટી બી ડિવિઝન પોલીસે બંને શખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જામનગર શહેરમાં પોલીસની અવિરત તવાઈ છતાં પણ દારૂની બદી નથી સકાઇ નથી, એક ના ડબલ કરી આપતો આ ગેર કાયદેસરનો વેપલો છાને ખૂણે ક્યાંક ને ક્યાંક થતો જ રહ્યો છે એમ  દરોડા સાબિતી આપે છે.

આ દરોડા અંગે એલસીબીના પ્રતાપ ખાચરે ફરિયાદ નોંધાવી બંને શખ્સો અને દારૂનો જથ્થો સીટી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. આ જથ્થો ક્યાંથી અને કોની પાસેથી ખરીદાયો છે ? અન્ય કેટલા શખ્સોની સંડોવણી છે ? કેટલા સમયથી આ ધંધો ચાલુ હતો અને કેટલો જથ્થો ઉતારવામાં આવ્યો છે ? વગેટ બાબતનો તાગ મેળવવા સીટી બી ડિવિઝન પોલીસે બંને શખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Related posts

દ્વારકામાં 1800 છાત્રોએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

Nawanagar Time

કોરોના કાળમાં જી.જી.માં દર્દીઓને દૈનિક રૂા.1 લાખનો ઓક્સિજન અપાતો

Nawanagar Time

જામનગરના ઉભરતા કલાકારો હવે વીડિયો ક્લિપ મોકલી કલામહાકુંભમાં ભાગ લઈ શકશે

Nawanagar Time

Leave a Comment