Nawanagar Time
જામનગર શહેર

જામનગરની તળાવની પાળે જૂના પોલીસ સ્ટેશનના પાછળના સ્થળે ભંગારમાં ભભૂકી આગ

fire in jamnagar

જામનગરની તળાવની પાળે આવેલા એક પોલીસ સ્ટેશનના સ્થળાંતર પછી પણ ત્યાં મુદ્દામાલમાં કબજે કરાયેલા ભંગાર માલસામાનમાં બપોરે આગ ભભૂકી હતી જેને ફાયરબ્રિગેડે કાબૂમાં લીધી હતી.

જામનગરના તળાવની પાળે આવેલી વાહન વ્યવહાર નિગમની કચેરી તરફ જવાના માર્ગ પરની પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનની જૂની કચેરીમાં વર્ષાે પહેલા મુદ્દામાલમાં જપ્ત કરાયેલા કેટલાક વાહનો તેમજ ભંગારના જથ્થામાં ગઈકાલે કોઈ કારણથી આગનું છમકલું થયું હતું.

અંદાજે દસેક વર્ષ પહેલા તે સ્થળે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું સ્થળાંતર કરવામાં આવ્યા પછી તે પોલીસ સ્ટેશનને બહુ વખત પહેલા દરેડ પાસે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તેમ છતાં જે વખતે તે પોલીસ સ્ટેશન કાર્યરત હતું ત્યારે કેટલાક વાહનો, દેશી દારૃ ભરવા માટે આરોપીઓએ ઉપયોગમાં લીધેલા બેરલો તેમજ અન્ય ભંગાર, માલસામાન પાછળના ભાગમાં સ્ટોર કરીને રાખવામાં આવ્યો હતો તે જથ્થામાં ગઈકાલે બપોરે આગએ દેખા દેતા ફાયરબ્રિગેડ દોડયું હતું. આગ વધુ પ્રસરે તે પહેલા ફાયરબ્રિગેડે એક ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.

Related posts

આ જિલ્લામાં બે વર્ષથી એક પણ સામુહિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી નહીં

Nawanagar Time

ફરી આવી જુગારની મૌસમ: ધુંવાવમાં ઘોડીપાસાની કલબ ઝડપાઈ

Nawanagar Time

શાળાઓ દ્વારા કરાતા ફીના ઉઘરાણા પર રોક લગાવવા માંગ

Nawanagar Time

Leave a Comment