Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર એલસીબીનો સપાટો 336 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો

jamnagar-lcb-bottle-336-bagged-foreign-liquor-accelerated

સેટેલાઇટ પાર્ક સહીત જુદા-જુદા સ્થળે દરોડામાં રૂપિયા 20.23 લાખના મુદ્દામાલ સાથે 3 બુટલેગરોને ઝડપી લેવાયા

જામનગર:-લોકસભા-વિધાનસભા ચૂંટણી સમયે દારૂની રેલમ-છેલ રોકવા મેદાને આવેલ જામનગર એલસીબી પોલીસે શહેરના જૂદા-જૂદા સ્થળોએ દરોડા પાડી 336 પેટી વિદેશી દારૂ અને વાહનો મળી કુલ રૂા. 20.23 લાખના મુદામાલ સાથે 3 બુટલેગરોને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર  એલસીબી પી.આઇ. આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. કે.કે.ગોહિલ  ટીમને પેટ્રોલિંગ દરમ્યાન રણજીતસાગર રોડ પર સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં એક મકાનમાં દારૂના જંગી જથ્થાનો સંગ્રહ કરાયો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ભાડે રાખવામાં આવેલા આ મકાનમાં દરોડો પાડતા અંદરથી જુદી જુદી બ્રાન્ડના ઇંગ્લીશ દારૂની 316 પેટી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.જયારે ર્સ્કોપીયો કારમાંથી પણ વીશ  દારૂ મળ્યો હતો. આથી પોલીસે મુખ્ય સુત્રધાર યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા (રે.મચ્છરનગર) ઉપરાંત અન્ય શકિતસિંહ ધિરેન્દ્રસિંહ જાડેજા અને દુષ્યંતસિંહ પૃથ્વીસિંહ ઝાલાને પકડી પાડી રૂ.16.12ની કિંમતનો દારૂ ઉપરાંત ર્સ્કોપીયો કાર સહીત રૂ.20.24 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આ શખ્સોની પુછપરછના આધારે પોલીસે વધુ દરોડાનો દૌર હાથ ધર્યો છે.  આજે સવારે  દ્વારા જાહેર કરવામાં આવ્યા પ્રમાણે કુલ ત્રણ દરોડામાં 4293 પેટી દારૂ પકડવામાં આવ્યો છે. પોલીસ રિપોર્ટમાં માત્ર 261 બોટલ દારૂ જ પકડાયાનો ઉલ્લેખ કરવામાં આવતા આશ્ચર્ય નીપજયું હતું. આ દરોડાના પગલે બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે પોલીસની કડક કાર્યવાહીને પગલે ગઇકાલે સાંજથી મોડી રાત સુધી  આગેવાનોએ ભલામણનો દોર ચલાવ્યો હતો પરંતુ પોલીસે તટસ્થ કામગીરી કરી બુટલેગરોમાં ધાક બેસાડી દીધી હતી.

Related posts

જામનગર જિલ્લામાં કપાસના પાકમાં લાલ ઈયળોનું આક્રમણ

Nawanagar Time

જામનગરમાં કોરોનાનો ફરી તરખાટ: 24 કલાકમાં 4 મોત

Nawanagar Time

જામનગરમાં રિક્ષા ભાડાના 200 રૂપિયાની ઉઘરાણી પ્રશ્ર્ને યુવાન પર છરી વડે હુમલો

Nawanagar Time

Leave a Comment