Nawanagar Time
ખાસ મુલાકાત ગુજરાત જામનગર

જામનગર લોકસભા-વિધાનસભા ચૂંટણી જંગ વનસાઈડ: હકુભા

jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha

જંગી લીડથી જામનગર (ગ્રામ્ય) વિધાનસભા પેટા ચૂંટણી જીતવાનો વિશ્ર્વાસ વ્યકત કરતાં ચંદ્રેશભાઈ પટેલ

ભાજપનું પ્રતિનિધિ મંડળ ‘નવાનગર ટાઈમ’ની શુભેચ્છા મુલાકાતે: વિકાસના મુદ્દે ચૂંટણી જંગ જીતવાનો વિશ્ર્વાસ વ્યકત કરતાં ભાજપ અગ્રણીઓ

જામનગર:-આગામી ર3, એપ્રિલે જામનગર લોકસભા અને જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે, તે પૂર્વે જામનગર જિલ્લા ભાજપનું પ્રતિનિધિ મંડળ ગઈકાલે ‘નવાનગર ટાઈમ’ની શુભેચ્છા મુલાકાતે આવ્યું હતું. આ તકે અન્ન  નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ હજુ ઉમેદવાર પણ નક્કી કરી શકી ન હોય, આ ચૂંટણી જંગ વન સાઈડ બની રહેશે તેવું ભારપૂર્વક જણાવી આગામી ચૂંટણી ભાજપ વિકાસ અને પ્રજાહિતના કાર્યોને લઈ લડનાર હોવાનું ઉમેર્યું હતું તો જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી  રાઘવજીભાઈ પટેલે જંગી બહુમતિથી જીત મેળવવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા જામનગર લોકસભા બેઠક માટે પૂનમબેન માડમ અને જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠક માટે રાઘવજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવતાં જામનગર ભાજપ એક બની ઉત્સાહભેર કામે  છે. ગઈકાલે ભારતીય જનતા પક્ષના જામનગર (ગ્રામ્ય) વિધાનસભાના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ અને રાજ્યમંત્રી હકુભા જાડેજાની આગેવાની હેઠળ ભાજપનું પ્રતિનિધિ મંડળ ‘નવાનગર ટાઈમ’ની શુભેચ્છા મુલાકાતે આવ્યું હતું. આ તકે ભાજપ અગ્રણીઓએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતિથી જીતવાનો વિશ્ર્વાસ વ્યકત કરી ભાજપનું સંગઠ્ઠન પૂરી તાકાતથી કામે લાગ્યું હોવાનું જણાવ્યું હતું.

jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha
jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha
jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha
jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha
jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha
jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha

મુલાકાત દરમિયાન જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠકના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલાં વિકાસકામોને  કારણે પ્રજા ભારતીય જનતા પક્ષ સાથે જ છે. ભ્રામક પ્રચાર અને ખોટાં વાયદાઓના કારણે કોંગ્રેસને લોકો ઓળખી ગયાં છે ત્યારે આગામી ચૂંટણીમાં જામનગર (ગ્રામ્ય)ના પ્રજાજનો ભાજપને અભૂતપૂર્વ જંગી લીડથી  તે વાતમાં કોઈ મિનમેક નથી.

વધુમાં પાક વીમા અંગેના પ્રશ્ર્ને રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે, વીમા કંપનીઓ દ્વારા મગફળીના પાકવીમામાં ખેડૂતોને થોડો અન્યાય કર્યો છે, પરંતુ આ ગંભીર બાબતની નોંધ લઈને ભારતીય જનતા પક્ષ અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં કપાસના પાક વીમામાં ખેડૂતોને  ન થાય તે માટેની કાળજી લેવામાં આવશે.

આ તકે રાજ્યમંત્રી હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ર017 માં કોંગ્રેસના ભ્રામક પ્રચાર અને પાટીદાર ફેકટરને કારણે જામનગર (ગ્રામ્ય) બેઠકમાં ભાજપનો પરાજય થયો હતો, પરંતુ રાઘવજીભાઈ જેવા પાયાના કાર્યકર અને જાગતા નેતાની હારથી હવે પ્રજા પસ્તાઈ રહી છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં  સતત પ્રજા માટે દોડતાં રાઘવજીભાઈને અભૂતપૂર્વ લીડથી જીતાડશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

વધુમાં હકુભાએ ઉમેર્યું હતું કે, આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી વન સાઈડ બની રહેશે. કારણ કે, લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ પ્રજા માટે સતત દોડતાં રહે છે અને પ્રજામાં ખૂબ જ લોકપ્રિય હોવાની સાથે ગમે તે  પ્રજાના પ્રશ્ર્ને હાજર હોય છે. એ જ રીતે રાઘવજીભાઈ પટેલ પણ ‘લોકોના માણસ’ છે. લોકોના નાનામાં નાના પ્રશ્ર્ન હોય તો અચૂકપણે રાઘવજીભાઈ અંગત રસ લઈ લોકકાર્યો કરે છે. બીજી તરફ કોંગ્રેસ હજુ સુધી ઉમેદવાર પણ પસંદ કરી શકી નથી. આ સંજોગોમાં ભાજપના બન્ને લોકપ્રિય નેતાઓ સામે ટકી શકે તેવો  ઉમેદવાર જ ન હોય, ચૂંટણી વનસાઈડ બની રહેશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કામઢા ઉમેદવારોને પસંદ કર્યા છે જે લોકોના પ્રશ્ર્નો સાંભળશે અને ઉકેલશે તેવો વિશ્ર્વાસ વ્યકત કરતાં ઉમેર્યું હતું કે, ભાજપનું સંગઠ્ઠન બન્ને ઉમેદવારોને  બહુમતીથી જીતાડવા માટે કામે લાગી ગયું છે અને એક બની નેક બની કામ કરી રહેલાં કાર્યકરોની મહેનત રંગ લાવશે.

‘નવાનગર ટાઈમ’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ.વિનોદકુમાર ભંડેરી, પ્રવિણસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ મુકૂંદભાઈ સભાયા, તાલુકા ભાજપ  કુમારપાળસિંહ રાણા, ભાજપ અગ્રણી બકુલસિંહ જાડેજા અને મારખીભાઈ વસરા સહિતના આગેવાનો સાથે રહ્યાં હતાં.

10 ટકા સવર્ણ અનામતથી લોકો ખુશ-ખુશાલ: હકુભા

jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha
jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha

રાજયમંત્રી હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે 2017માં પાટીદાર ફેકટરને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પાટીદાર સહિતના સવર્ણો માટે 10 ટકા અનામતની જોગવાઇ કરી ઉપરાંત લોકો માટે અનેક વિકાસ યોજનાઓ ઉપરાંત આયુષ્યમાન ભારત અને શ્રમિકો માટેની પેન્શન યોજનાઓ અમલી બનાવતાં લોકો ખુશ-ખુશાલ બન્યા છે અને આગામી ચૂંટણીમાં ભાજપને 100 ટકા ફાયદો મળશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

લોકો વિકાસને મત આપશે- રાઘવજીભાઇ

jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha
jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha

જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે ભાજપ લોકસભા અને વિધાનસભા ચૂંટણી વિકાસના મુદ્દે લડશે,ખેડૂતોના હિતમાં કેન્દ્ર-રાજય સરકારે ઉદાર નિતી અપનાવી ટેકાના ભાવે ખેડૂતોને ખેત ઉપજના પુરતાં ભાવ મળી રહ્યા છે. અને પાકવીમામાં પણ અન્યાય ન થાય તે માટે સરકાર સતત બની કામ કરી રહી હોય ગ્રામ્ય વિસ્તારની પ્રજા ભાજપની સાથે છે ત્યારે આગામી ચૂંટણીમાં લોકો વિકાસને મત આપશે તેવુ અંતમાં જણાવ્યું હતું.

દિલ્હી અને ગાંધીનગર બે કમળ મોકલવા છે: ચંદ્રેશભાઇ

jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha
jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha

નવાનગર ટાઇમની શુભેચ્છા મુલાકાતે આવેલા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી લોકસભા-વિધાનસભા પેટાચૂંટણી અમારે પૂનમબેન માડમ રૂપે એક કમળ દિલ્હી અને રાઘવજીભાઇ પટેલ રૂપે એક કમળ ગાંધીનગર મોકલવાનું છે. બંન્ને ઉમેદવારોને જીતાડવા જામનગર ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, કાર્યકરો એક બની મહેનતમાં લાગ્યા હોવાનું જણાવી ભાજપમાં એકતા હોવાનો સુર વ્યકત કર્યો હતો.

‘નવાનગર ટાઈમ’ ટૂંક સમયમાં છવાઈ ગયું: રાજ્યમંત્રી હકુભા

jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha
jamnagar-lok-sabha-vidhan-sabha-one-side-electionshakubha

‘નવાનગર ટાઈમ’ની શુભેચ્છા મુલાકાતે  રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ‘નવાનગર ટાઈમ’એ જામનગરના અખબારી જગતમાં ખૂબ જ ટૂંકા ગાળામાં છવાઈ ગયું છે. ‘નવાનગર ટાઈમ’માં પ્રસિદ્ધ થતાં તટસ્થ અને સટીક અહેવાલોને કારણે સાંજ પડ્યે ‘નવાનગર ટાઈમ’ વાંચ્યા વગર ચાલતું નથી. ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા એટલે કે, હાલાર  સ્થાનિક સમાચારોને વાચા આપી લોકો સુધી પહોંચાડવાના ટીમ નવાનગરના પ્રયાસને તેઓએ બિરદાવી આવનારા દિવસોમાં ‘નવાનગર ટાઈમ’ સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના પાઠવી હતી.

Related posts

જીજીમાં દર્દીની મોતની છલાંગ

Nawanagar Time

જાંબુડામાં કરોડોની જમીન પચાવી પાડવા અંગે પાંચ સામે ફરિયાદ

Nawanagar Time

પરડવામાં અને વાંસજાળીયામાં વધુ બે ઇંચ વરસાદ

Nawanagar Time

Leave a Comment