Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના માર્કેટિંગ યાર્ડ હાપામાં જીરૂની મબલખ આવક

jamnagar-marketing-yard-hapas-emerald-revenue

ખેડૂતોએ વધુ પડતું જીરૂનું ઉત્પાદન કરતાં ઘઉંના ભાવ આ વર્ષે ઉંચા જવાની શકયતા

જામનગર:-સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા હાપા માર્કેટીંગ યાર્ડમાં  મબલખ આવક થઇ છે. જામનગરના માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા બે અઠવાડિયાથી જીરૂની આવક શરૂ થઇ છે આ વર્ષે જીરૂના ભાવ પ્રતિવર્ષ કરતાં ઊંચા વસુલવામાં આવે છે. હાલારમાં માવઠાની અસરના કારણે જીરૂનો પાકમાં નુકશાની થઇ છે.

માર્કેટીંગ યાર્ડ હાપામાં જીરૂના ભાવ રૂા.2100થી 2800 સુધીના લેવામાં આવે છે. નિયમિત માર્કેટીંગ યાર્ડ હાપામાં  ગુણી જીરૂની આવક થાય છે. જાણકારોનું કહેવું છે કે આ વર્ષે ખેડૂતોએ ઘઉંનો પાક ઓછો લીધો છે. જીરૂનો પાક વધુ લેવામાં આવ્યો છે. તાજેતરમાં જીરૂની સીઝનની શરૂઆત હોવાથી ભાવ ઉંચા છે. જો વધુ ને વધુ હાપામાં જીરૂ ઠાલવાશે તો ભાવ નીચા આવી શકે છે. આ વર્ષે ઘઉંના ભાવ ઉંચા  પણ જાણકારો શકયતા જણાવે છે.

Related posts

દરેક એસટી ડેપોની હાલત ખસતા, જોવો જામનગર એસટી ડેપોની હાલત..

Nawanagar Time

“ખાટલાં-બાટલાં” સાથે જી. જી. હોસ્પિટલના તબીબોની “પરીક્ષા”

Nawanagar Time

જામનગરમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 10 વર્ષની સજા

Nawanagar Time

Leave a Comment