Nawanagar Time
જામનગર

જામનગરની મેડિકલ હોસ્ટેલમાં ધમાચકડી… શું થયું જાણો…

gg-hospital1
જામનગરની મેડિકલ કોલેજમાં હોસ્ટેલમાં ચાલતી જન્મ દિવસની પાર્ટીમાં ત્રણ શખ્સોએ હંગામો મચાવતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે કોલેજમાં ડીન દ્વારા વોર્ડન અને સિક્યોરીટી અધિકારીને બોલાવાયા છે અને આંતરીક તપાસ શરૃ કરવામાં આવી છે. જો કે આ પ્રશ્ને ફોજદારી ફરિયાદ નોંધાઈ નથી.

જામનગરની જી.જી.હોસ્પિટલ કમ્પાઉન્ડ સ્થિત મેડિકલ કોલેજના પી.જી. વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં પરમ દિવસે મોડી રાત્રે એક રેસીડેન્ટ ડોક્ટરના જન્મ દિવસની ઉજવણી કરવામાં કેટલાક તબીબો વ્યસ્ત હતાં. આ સમયે ત્રણ શખ્સો મોટરકાર લઈને આવ્યા હતા અને સીધા જ આઠમા માળે પહોંચ્યા હતા. જ્યાં જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી. અને એક ડોક્ટરને પોતાની સાથે નીચે લઈ ગયા હતા. આ સમયે અન્ય ડોક્ટરો પણ દોડી ગયા હતા. અને ત્રણમાંથી એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય બે શખ્સો સમય પારખીને પલાયન થઈ ગયા હતા.

આમ ઉજવણીના રંગમાં ત્રણ શખ્સોએ હંગામો મચાવતા ડોક્ટર આલમમાં દોડધામ મચી જવા પામી હતી.  આ પછી આખો મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. પરંતુ કોઈ શખ્સ સામે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. અહીં સિક્યોરીટી બાબતે પણ અનેક સવાલો ઉભા થયા છે કે બહારના તત્વો છેક હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચ્યા? સિક્યોરીટી સ્ટાફ ક્યાં હતો? તેણે શું પગલા લીધા?

આ બાબતે મેડિકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈએ જણાવ્યું હતું કે ઘટના અંગે જાણકારી મેળવવા સિક્યોરીટી અધિકારી અને વોર્ડનને બોલાવામાં આવ્યા છે. અને તેની પાસેથી ઘટના અંગેની વિગતો જાણવામાં આવશે. આ પછી જરૃરી કાર્યવાહી થશે. એક માહિતી મુજબ આ હોસ્ટેલ માં ૧૧૫ ડોક્ટરોના નિવાસ છે. અને ૧૧ રોમીંગ સિક્યોરીટી ગાર્ડની સેવા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. હવે વિગતો જાણવા તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે.

Related posts

સૌરાષ્ટ્રમાં ઘઉં, ચણા, જીરૂ સહિતના રવિપાકનું 1.65 લાખ હેક્ટરમાં વાવેતર

Nawanagar Time

કોરોનાને ક્લિનબૉલ્ડ કરી પ્લાઝમા ડૉનેશનનો ચોક્કો ફટકારતાં જામનગરના નીતિનભાઈ

Nawanagar Time

જામનગરમાં મતદાર જાગૃતિ માટે સ્ટેમ્પિંગ ઝુંબેશ

Nawanagar Time

Leave a Comment