Nawanagar Time
ગુજરાત જામનગર

ઓનલાઈન દવાનું વેંચાણ અટકાવવા જામનગરના વેપારીઓનું હલ્લાબોલ

jamnagar-merchants-haulball-to-prevent-online-marketing

આવતીકાલે જામનગરની દવાબજારના વેપારીઓ આવેદનપત્ર પાઠવી કરશે વિરોધ

જામનગર:-તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ દ્વાર ડ્રગ અને કોસ્મેટિક એકટના રૂલ્સમાં ફાર્માસી દ્વારા ઓનલાઈન દવા વેંચાણની છૂટ ન હોય, ન્યાયાલય દ્વારા પણ ઓન લાઈન દવા વેંચાણ બંધ કરવાનો આદેશ આપવામાં આવેલ હોય જેના અનુસંધાને રાષ્ટ્રિય કક્ષાની માતૃ સંસ્થા એઆઈઓસીડી અને રાજ્ય કક્ષાની એફજીએએસસીડીએ તા.8.1.19 ને મંગળવારના રોજ હલ્લા બોલનો કાર્યક્રમ રાખેલ છે. જેથી જામનગરની દવા બજારના દરેક વેપારીઓ પણ તેમાં જોડાશે અને સરકારને કોર્ટના આદેશ મુજબ ઓન લાઈ દવા વેંચાણ બંધ કરવા માટે કડક પગલાં લેવા આવેદનપત્ર પાઠવશે.

તાજેતરમાં મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય દ્વારા ડ્રગ્ઝ એન્ડ કોસ્મેટીકસ એકટ અને તેના રૂલ્સમાં ફાર્મસી દ્વારા ઓનલાઈન દવા વેંચાણની છૂટ ના હોય ન્યાયાલય દ્વારા રૂકજાઓનો આદેશ આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રિય સ્તરની છૂટક તથા જથ્થાબંધ દવાઓ વેંચનાર વેપારીઓની સંસ્થા એઆઈઓસીડી (ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ)એ આ બાબતની પુસ્ટિ કરેલ છે. તેના રાજ્ય સ્તરના તામીલનાડુના એકમ દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં આ માટે યાચિકા દાખલ કરવામાં આવેલ. લાગતી-વળગતી બધી જ પાર્ટીઓને સાંભળ્યા બાદ હાઈકોર્ટ દ્વારા રૂકજાઓનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ જ રીતે દિલ્હી હાઈકોર્ટમાં ડૉ. અહમેદ દ્વારા યાચિકા દાખલ કરવામાં આવી હતી તેમાં તેઓએ જણાવ્યું હતું કે, કેવી રીતે સામાન્ય ડૉક્ટર ચીઠ્ઠી વગર ના મળતી દવા ઓનલાઈન મળે છે અને ઘણાં કિસ્સાઓમાં તો નશા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી દવાઓ પણ  ઓનલાઈન બેરોકટોક ઉપલબ્ધ થાય છે. આ માટે તેમણે ઘણાં જ પુરાવાઓ પણ મૂકેલા.

તેમની રજૂઆતોને સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે પણ આવી પ્રવૃત્તિને તુરંત જ રૂકજાઓનો આદેશ આપ્યો હતો.

ટૂંકમાં સરકારના જ ખાતાઓ દ્વારા ભૂતકાળમાં આ જ પ્રવૃત્તિઓ કાયદા બહારની ઘોષિત કરવામાં આવેલી અને તે માટે દરેક રાજ્ય સરકારને પત્ર વ્યવહારથી પણ કરવામાં આવેલ પરંતુ પાછલા બારણે આવી પ્રવૃત્તિને ચલાવી લેવાની મનોવૃત્તિ સામે હાઈકોર્ટ દ્વારા લેવાયેલા આ વલણને સમગ્ર દવા બજાર ખૂબ જ આનંદ સાથે વધાવે છે અને જે તે જિલ્લા એકમમાં બેઠેલા સત્તાધિશોની આંખ ખોલવા માટે તા.8.1.19 ના રોજ હલ્લાબોલ કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમ હેઠળ દરેક એસોસિએશન રેલી સ્વરૂપે જઈને જિલ્લા કક્ષાએથી કલેકટર તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીને આવી પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવા અનુરોધ સહ મેમોરેન્ડમ આપશે અને તાલુકા કક્ષાએ આ જ રીતે સરકારના જે તે અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે.

Related posts

પાણીની વિકરાળ સમસ્યા વચ્ચે ફરી પાણીકાપ, નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ

Nawanagar Time

બંધાણીને રાહત

Nawanagar Time

એસટીના ડી.સી.એ કોરોનાનો ચેપ લાગ્યો હોવા છતાં બેઠકો યોજતાં કર્મચારીઓમાં હોબાળો

Nawanagar Time

Leave a Comment