Nawanagar Time
ગુજરાત જામનગર

‘જામ્યુકો’ના વિવાદાસ્પદ અધિકારીનો વિરાટ બંગલો ચર્ચાનું કેન્દ્ર

jamnagar-municipal-corporation-controversial-officers-bircham-bungalow-center

એક બંગલા બનેગા ન્યારા ! જો ભાઇ કંઇ ‘ખાતા’ નથી તો કરોડોનો મીની મહેલ કેમ બને?

જામનગર:-જામ્યુકોના વિવાદાસ્પદ અધિકારીની અનેક સીલ સીલાબંધ વિગતો જાણકારોમાંથી ‘લીક’1 થઇ રહી છે અને વધુ એક જાણકારી મુજબ આ અધિકારીનો ‘વિરાટ’ બંગલો  લઇ રહ્યો છે. હવે જો ભાઇ કંઇ ‘ખાતા’ નથી તો મીનીમહેલ કેમ બને? હા સુવિધાસભર મકાન ચોક્કસ બને તેમાં ના નહી કેમ કે કલાસ વન ઓફીસર છે. જંગી પગાર પણ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઇંન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નરનો ભવ્ય બંગલો લાલવાડી વિસ્તાર તરફ આકાર લઇ રહ્યો છે.

એમ કહેવાય છે  અમુક અગાઉની ટીપી સ્કીમ, ડીપી સ્કીમ, કપાત વળતર વગેરેમાં ‘અંગત’ ‘અંગત’નું ખુબ મોટી ભલામણોથી ઘ્યાન રાખ્યુ હોય ત્યારની જમીનના કટકા કોઇ કેશ વગેરે પુંજી તરીકે પડયું હોય માટે હવે રીટાયરમેન્ટ પહેલા ભવ્ય આવાસ બની જાય તે અંગે તૈયારી કરી છે તે સ્વાભાવીક છે ત્યારે આ ભવ્ય બંગલો અમુક ચબરાકની  પઢી ગયો છે.

અધિકારી છે ભાઇ સુવિધા સભર મકાન બનાવે તેમાં કોઇને વાંધો ન હોય  અને પરિવાર માટે તો બધુ કરવાનું હોય પરંતુ ‘આપણે કંઇ લેતા નથી’, ‘હક્ક વગરનું કંઇ જોઇએ નહી’ તેમ કહ્યા કર્યુ હોય અને 60થી 70 લાખની કિંમતનો પ્લોટ હોય તેમાં દોઢ કરોડનો બાંધકામનો પ્રોજેકટ હોય  દોઢ કરોડનો બાંધકામનો પ્રોજેકટ હોય હજુ અંદર તો પોણો કરોડ-કરોડનું બધુ રાચ રચીલુ વસાવાશે તેતો અલગ તો આ બધુ કેવી રીતે અને કયાંથી આવ્યું? તેમ અમુક ઇર્ષાળુઓ ચર્ચા કરે છે ખરેખર ઇ.ચા. ડીએમસી એવા નથી તેવુ ચિત્ર તેમણે ઉપસાવ્યુ છે અને પ્રતિભાવપણ ઇ મુજબ જ આપે છે.

 

jamnagar-municipal-corporation-controversial-officers-bircham-bungalow-center
jamnagar-municipal-corporation-controversial-officers-bircham-bungalow-center
jamnagar-municipal-corporation-controversial-officers-bircham-bungalow-center
jamnagar-municipal-corporation-controversial-officers-bircham-bungalow-center

બેનામી સંપત્તિ ધરાવનાર એકનું નામ બહાર આવવાની તૈયારી

કોર્પોરેશનમાં જેને ફાવટ આવી જાય તેને કંઇ વાંધો ન આવે અગાઉના એક અધિકારી તો ખરેખર બદનામ થઇ ગયા એ સિવાય પણ વર્તમાનમાં એક વિવાદાસ્પદ જેવા  રીટાયર્ડ થઇ ગયા છે અમુકે સ્વૈચ્છિક નિવૃત્તિની અરજીઓ કરી છે તેમાંના  કી પોસ્ટ ઉપર રહેલા એક ઉચ્ચ વર્ણના અધીકારી જેવો ઉપર સુધી લીંક ધરાવે છે તેમને પરિવારજનોના નામે જંગી મીલકત વસાવી હોવાનું, અમુક બીલ્ડરો સાથે ભાગીદારીમાં પ્રોજેકટ કર્યાનું ચર્ચાય છે એ વિગતો બહાર આવવા થનગને છે.

નિવૃત્તી બાદ પણ ‘લડી’ લેવાના મૂડમાં: એક્સટેન્શનની અરજી

સરકારી અધીકારી-કર્મચારી તો સામાન્ય રીતે સાંગોપાંગ  પુરી થઇ જાય એટલે ગંગા ન્હાયા તેમ માનતા હોય છે. પરંતુ આ ભાઇ તો નીવૃતિ બાદ પણ લડી લેવાના મુડમાં છે. અને એકસટેન્શન માટે તેમને અરજી કરી દીધી છે છેડા ય અડાડી દીધા છે અને લાગતા વળગતાના પગ પકડવાના હોય તેમ પકડી લીધા છે. જોઇએ હવે શું થાય? આમ,  પછી નિરાંત લેવાને બદલે હજુ ભાઇએ બે વર્ષનું એકસટેન્શન જોઇએ છે હજુય કંઇક ‘લડી’ લેવાનું બાકી હશે તેમ કોર્પોરેશનમાં ચર્ચાય છે.

Related posts

ઓખા નજીક માલવાહક જહાજની જળસમાધિ: બાર ક્રુ મેમ્બરોને બચાવી લેતું કોસ્ટગાર્ડ

Nawanagar Time

અભી તો પાર્ટી શૂરું હુઈ હૈ.. BMWકાંડનો આરોપી વિસ્મય શાહ પત્ની, મિત્રો સાથે દારૂપાર્ટીમાં ઝડપાયો..

Nawanagar Time

જિલ્લા સહકારી બેંક આત્મનિર્ભર યોજના હેઠળ એક લાખની લોન નહીં આપે

Nawanagar Time

Leave a Comment