Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર મ્યુનીસીપલ કોર્પોરેસન માં નાયબ કમિશ્નરની પોસ્ટ માટે મોટી રાજરમત: પૂર્વ મેયર

jamnagar-municipal-corporation-has-a-great-deal-for-the-post-of-deputy-commissioner

ઇન્ચાર્જથી ચાલતા જામ્યુકોના તંત્ર સામે પૂર્વ મેયરે અનેક પ્રશ્ર્નો ઉઠાવ્યા

જામનગર:-જામ્યુકોની બેટરી ડાઉન થઇ ગઇ હોય તેમ મોટાભાગની શાખાઓ ઇન્ચાર્જથી ચાલી રહી હોવાનું પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે.

તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા 10 વર્ષથી નાયબ કમિશ્નર ઇન્ચાર્જ છે. જામ્યુકોમાં ખૂબ મોટી રાજરમત આ પોસ્ટ માટે ચાલી રહી છે. જેમાં મેયર  ચેરમેન પણ ટૂંકા પડે. ભૂતકાળમાં ચેક પ્રકરણમાં ડીએમસીનું નામ ભારે ચર્ચામાં આવ્યું હતું. તેની ઇન્કવાયરી પણ થઇ હતી. પરંતુ બિલાડીને દૂધનું રખોપું સોંપવા જેવી તપાસ કરીને પ્રકરણ આટોપી લેવાયું હતું.

કનકસિંહે વધુમાં જણાવ્યું છે કે, હાલ કોન્ટ્રાકટ બેઇઝમાં સીવીલ, લાઇટ, પાણી કે, ભૂગર્ભમાં કોન્ટ્રાકટ બેઇઝ અને સુપરવાઇઝરો છે તો  રકમનો પ્રોજેકટ હોય, તો આ જવાબદારી કોન્ટ્રાકટ બેઇઝમાં શું નકકી કરી શકાય? તે તો નોકરી મૂકીને પણ જતાં રહે. તો આવા કામ માટે જવાબદાર અને કાયમી સુપરવાઇઝર જ મૂકવા જોઇએ. જેનાથી કામની કવોલીટી અને જવાબદારી બંને ફિકસ થાય.

મહાનગર પાલિકામાં મેઇન શાખા, યુસીડી શાખા, આંગણવાડી જેવી શાખાઓનું કામકાજ ખૂબ  શંકાશીલ અને ચર્ચામાં રહે છે. તે માટે ડે. કમિશ્નરની કાયમી નિમણૂંક ખૂબ જ જરૂરી હોય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

Related posts

પાસ માટે લાંબી લાઈન

Nawanagar Time

મુખ્યમંત્રીની પતલી ગલીથી જામનગરમાં એન્ટ્રી કરાવવામાં આવશે

Nawanagar Time

ખંભાળીયામાં સાંબેલાધાર આઠ ઈંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ

Nawanagar Time

Leave a Comment