Nawanagar Time
ગુજરાત જામનગર

વેરો ન ભરતાં આસામીઓની 1પ મિલ્કતો સીલ કરતી જામનગર મહાનગર પાલિકા

jamnagar-municipal-corporation-has-sealed-the-properties-of-non-taxable-assamese-property

જામનગર:-જામનગર શહેરમાં મિલ્કતવેરો નહી ભરનાર બાકીદારો સામે જામ્યુકોની મિલ્કત વેરા શાખા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં તંત્ર દ્વારા 1પ મિલ્કતો સીલ કરવામાં આવી છે અને સ્થળ પર સાત આસામીઓ દ્વારા કુલ રૂા.4,75,000ની વસુલાત કરવામાં આવી હતી શહેરમાં જામ્યુકોના કમીશ્નરની સુચનાથી મિલ્કતવેરા ન ભરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં મિલ્કત વેરા શાખા 1પ મિલ્કતો સીલ કરવામાં આવી છે, જેમાં ઇન્ડીયન રબ્બર ઇન્ડસ્ટ્રીઝના રૂા.61,774 ઋષિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના રૂા.52,307 ડીવાઇન ક્ધસ્ટ્રકશન કંપનીના રૂા. 47,855 તથા 47,855, બિમલ સેવતીલાલ મહેતાના રૂા.42,422, જાગૃતિબેન ડી. ચંદારાણાના રૂા.33,330 દામજી નરશી શાહ વતી રાજેશ દામજી શાહના રૂા.31,725 તથા 31,725 કીરીટભાઇ બી. વતી રામાણી મશીન ટુલ્સના રૂા.16,011, કીરીટભાઇ બી.ના ભાડુત રાજ પાન વતી રાજુભાઇ ડોડીયાના રૂા. 15,744 શરદકુમાર ધીરજલાલ વ્યાસના રૂા.15,694 ધી સ્મોલ ઇન્ડ.કો.ઓપ. એસ્ટેટ લી.ના રૂા. 14,983, રવિ ડેવલોપર્સ ભાગીદાર પેઢીના રૂા.11,985 તથા 11985 અને 11,985 સામે કાર્યવાહી કરવામાં આવી હતી આમ ઉપરોકત સમયગાળા દરમ્યાન 15 મિલ્કતો સીલ કરવામાં આવી હતી અને સાત આસામીઓ પાસેથી સ્થળ પર વસુલાત કરવામાં આવી હતી.  તંત્ર દ્વારા આગામી દિવસોમાં હજુ કડક કાર્યવાહી કરવામાં આવશે તો તાત્કાલીક બાકી મિલ્કત વેરો ભરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

સૌરાષ્ટ્રમાં દંડની વસુલાતમાં જામનગર નં.1, પોલીસ તંત્રને થઈ આટલી આવક

Nawanagar Time

જામનગરમાં પરિવાર કોરોનાની ઝપટે ચડ્યું: બે વૃદ્ધના મોત

Nawanagar Time

ગોબર અને ગૌમુત્રમાંથી બનેલી બ્યૂટી પ્રોડક્ટની પાંચ દેશમાં નિકાસ, 200થી વધુ મહિલાઓએ બનાવ્યો રેકોર્ડ

Nawanagar Time

Leave a Comment