Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર મહાનગરપાલિકાએ કચરામાં નાખ્યા લાખો રૂપિયા

jamnagar-municipal-corporation-looted-millions-of-rupees

શહેરના દરબારગઢમાં ચાલવાને રસ્તે કચરાનો ગંજ: લોકો ત્રાહિમામ,

તંત્રએ કચરાનો ગંજ એકત્રિત કરવા ખર્ચ કર્યા રૂપિયા!

જામનગર:-જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના દરબારગઢ વિસ્તારમાં આવેલા કાલાવડ ગેઇટ માં લાખો રૂપિયા ખર્ચ કરી લોકોને ચાલવા માટે ત્રણ ગેઇટ કાર્યરત કરાયા હતા. પરંતુ આ ત્રણ માથી એક ગેઇટની સ્થિતિ તો પહેલા થી પણ ખરાબ હાલત માં જ છે. જેમાં કચરાના ગંજ જોવા મળી રહ્યા છે પરિણામે  ચલન કરવામાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું જામનગર શહેરમાં રાજા રજવાડુએ બાંધ કામ કરાવેલ મહત્વની ઇમારતો આવેલી છે. જેમાનું એક દરબારગઢથી ઓળખાતું વિસ્તાર છે. આ દરબારગઢ થી કાલાવડ જવાને માર્ગ પર મુખ્ય ગેઇટ આવેલું છે. જેનું તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરી રિનોવેશન  હતું અને ત્રણેય ગેઇટ કાર્યરત કરાયા હતા.

શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યા ને લઈને મહાનગરપાલિકા કરોડો રુપિયાનું ખર્ચ કરી ગૌરવ અનુભવે છે પરંતુ રૂપિયા ખર્ચ કરી પાછળ ની સ્થિતિ જોવામાં આવતી નથી. જામનગર શહેરની હદ વધ્યા બાદ કાલાવડ ગેટની બહાર મોટાભાગના વિસ્તારો આવેલા છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે  એટલું જ નહીં એસ.ટી.ની બસો હોય કે અન્ય મોટા વાહનો એ પણ કાલાવડ ગેઇટ થી પાર થાય છે. ત્યારે આ સ્થળે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે હેતુથી દરબારગઢ ના ત્રણેય ગેઇટ પાછળ તંત્ર એ લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા. જો કે લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ દરબારગઢ ની  જૈસે થે વેસેની સ્થિતિ જોવા મળે છે.

jamnagar-municipal-corporation-looted-millions-of-rupees
jamnagar-municipal-corporation-looted-millions-of-rupees

દરબારગઢ વિસ્તારના કોર્પોરેટરોએ અવાર નવાર મહાનગરપાલિકા માં આ મુદ્દે રજૂઆતો કરી છે, એટલું જ નહીં મનપાની સામાન્ય સભા માં પણ મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રએ નગરસેવકોની રજૂઆત સામે પણ આંખ આડા કાન મૂક્યા છે ત્યારે લોકોની રજૂઆત ક્યાથી સાંભળે.

ના ગેઇટ માં મોટાભાગે ગંદકી અને કચરાના ગંજ થી લોકો ભારે મુશ્કેલી માં મુકાયા છે ત્યારે સ્વચ્છ મિશન અભિયાન માત્ર કાગળો પર જ થતું હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. સફાઈ ઝુંબેશ ને લઈને લોકોને સ્વચ્છતા રાખવા કહેતા પદાધિકારીઓ પોતાની કામગીરીમાં જ સ્વચ્છતા ભૂલી જાય છે.

jamnagar-municipal-corporation-looted-millions-of-rupees
jamnagar-municipal-corporation-looted-millions-of-rupees

દરબારગઢના કાલાવડ ગેઇટ  નજીક જ તાહેરીયા શાળા આવેલી છે. આ શાળા સમય દરમિયાન મોટાભાગનું ટ્રાફિક જામ થાય છે પરિણામે વિધાર્થીઓને કચરાના ગંજ જમા થયેલા ગેઇટ પરથી પસાર થવા મજબૂર થવું પડે છે જેને પગલે બાળકોના આરોગ્ય પર સીધી અસર પડે છે.

jamnagar-municipal-corporation-looted-millions-of-rupees
jamnagar-municipal-corporation-looted-millions-of-rupees

અવાર નવાર કોર્પોરેટરો સાથે સ્થાનિક લોકોએ તંત્ર ને રજૂઆતો કર્યા બાદ  આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા હાલ લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. ત્યારે ઘોર નિંદ્રા કરી રહેલું તંત્ર વહેલું જાગશે કે કેમ તે જોવું જ રહ્યું.

Related posts

આત્મનિર્ભર લોન આપવામાં આડોડાઈ કરતા બેંક મેેનેજરને દંડો

Nawanagar Time

યાત્રાધામ દ્વારકા રેલવે સ્ટેશનની સુરક્ષા માટે સ્નિફર ડોગ તૈનાત

Nawanagar Time

જામનગરમાં પ્રાથમિક શાળાની શિક્ષિકાનું અગ્નિ અકસ્માતમાં મોત

Nawanagar Time

Leave a Comment