Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર મહાનગરપાલિકાના એન્જિનીયર, સુપરવાઈઝર સહિત ચાર મહેફિલ માણતા ઝબ્બે

jamnagar-municipal-corporations-engineer-supervisor-including-four-workshops

જામનગર:-જામનગરમાં રણજીત સાગર ડેમ સાઈટ પર આવેલ પાર્કમાં દારૂની મહેફિલ માણતા મહાનગરપાલિકાના એન્જીનીયર અને સુપરવાઈઝર સહિત ચાર શખ્સોને પંચ કોશી બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે.

જામનગર  આવેલ રણજિત સાગર ડેમ સાઈટ પર મહાનગરપાલિકાના અમુક કર્મચારીઓ સહિતના શખ્સો દારૂની મહેફિલ માણવા બેઠા હોવાની પંચ કોશી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રણજીત પાર્કમાં જ દારૂની મહેફિલ માણી રહેલા  રમેશભાઇ કાનજીભાઇ વિરમગામા જાતે કોળી ઉવ 37 ધંધો  રહે. નાઘુના ગામ ખોડીયાર માતાના મંદીર વાળી શેરી તા.જી. જામનગર, મુકુંદભાઇ ખીમજીભાઇ જાદવ જાતે દલીત ઉવ 33 ધંધો કરાર આધારીત એન્જીનીયર જા.મ્યુ.કો. રહે. રાજપાર્ક બંગલા નં.38 રોયલ લેન્ડ જામનગર વાળો તથા અશોકભાઇ ગગુભાઇ મારૂ જાતે આહીર ઉવ 30 ધંધો ખેતી રહે. દડીયા ગામ રામ મંદીર ની બાજુમા શેરી નં.3  જામનગર તથા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજમાં રહેલા કિશનભાઇ રાજેશભાઇ નંદા જાતે ભાનુશાળી ઉવ 21 ધંધો સીકયુરીટી રહે. દડીયા ગામ રામ મંદીર ની સામે વાળા શખ્સો જામ પર જામ લેતા આબાદ ઝડપાઇ ગયા હતા. પોલીસે ચારેય શખ્સો સામે મહેફિલ ઉપરાંત અલગ-અલગથી પીધેલાનો કેશ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે  શખ્સોને મેડિકલ કરાવી લોક અપની હવા ચખાડી હતી. મહાનગર પાલિકાના બાબુઓ જ મહાનગરપાલિકા હસ્તકની મિલકતમાં દારૂની મહેફિલ માણતા પકડાયા છે ત્યારે અન્ય સ્થળોએ પણ ચકાસણી જરૂરી બની છે.

Related posts

દ્વારકા જિલ્લામાં આયુષ્યમાન ભારત પખવાડીયાનો પ્રારંભ

Nawanagar Time

કણબી પ્રિમિયર લીગમાં ‘આશિર્વાદ ઇલેવન’ ચેમ્પિયન

Nawanagar Time

ગોકુલનગર વિસ્તારમાંથી ગઇકાલે ગુમ થયેલ બાળકો ખંભાળિયા ગેઇટથી મળી આવ્યા

Nawanagar Time

Leave a Comment