Nawanagar Time
ગુજરાત જામનગર

ખનખનિયા કમાવા જામનગર મહાનગરપાલિકાનો હેતુફેરનો ખેલ

jamnagar-municipal-corporations-goal-of-earning-khankhain-is-to-play-sports

જામનગર:-જમીનો વહેંચી ગુજરાન ચલાવતી જામનગર મહાનગરપાલિકાના સત્તાધિશો હવે બિલ્ડરોને ખટાવવા માટે ખેલ પાડી રહ્યા છે. અગાઉ રમત-ગમતના મેદાનોનું નિકંદન કાઢી રહેણાંક હેતુ માટે હેતુફેર કર્યા બાદ હવે લોકોની સુખાકારી માટે બાગ-બગીચાને બદલે સિમેન્ટ કોંક્રિટના જંગલ ખડકવા બગીચા માટેના પ્લોટને કોમર્શીયલ હેતુમાં ફેરવવા તત્પરતા દેખાડવામાં આવી રહી છે.

જામનગર મહાનગર પાલિકાનું બજેટ હમણાં રજૂ થયું તેમાં શહેરના યુવા વર્ગ અને લોકો માટે જુદા-જુદા વિસ્તારમાં રાજકોટની માફક રમતના મેદાનોની કોઈ જોગવાઈ જોવા મળી નથી ઉલ્ટું ગ્રાન્ટ પર નભતી મહાનગરપાલિકાના શાશકો અને અધિકારીઆએ બગીચા માટેનો પ્લોટ કોમર્શીયલ હેતુફેર કરવાનો ખેલ નાખ્યો છે.

મળતી વિગતો મુજબ જામનગર મહાપાલિકાએ 2006માં 50-60 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડી લોક સુખાકારી માટેના ઝોનમાં મુક્યો હતો. 2012-13 સુધી એ જગ્યાએ બગીચો તો બનાવ્યો પરંતુ કોમર્શિયલ માટે હેતુફેર કરી નાખવાનો ખેલ આદર્યો છે. હાલ આ જગ્યામાં બગીચાના બદલે કચરા ઉપદ્રવ સાધન મુકવા આવે છે તેનો બોલતો પુરાવો સાત રસ્તા પાસે 12 વર્ષથી ખાલી કરાવી રાખેલી બગીચા માટેની જગ્યા છે. સાત રસ્તા પાસે વર્ષ 2006 આસપાસ મહાનગરપાલિકાએ ઝુપડપટ્ટી જેવા 50 થી વધુ મકાનો ખાલી કરાવ્યા હતા,કારણકે આ જગ્યા રીક્રીએશન એટલે કે બગીચા કે અન્ય કોઈ પણ લોક સુખાકારી માટેના ઝોનમાં રાખવામાં આવી છે.

કરોડોનો પ્લોટ બિલ્ડરને વહેંચવા પેતરો: અલ્તાફ ખફી

વિપક્ષી નેતા અલ્તાફભાઇ ખફીએ જણાવ્યા મુજબ આ ખુલ્લી થયેલી 3300 ચો.મી.જગ્યાને હવે કોમર્શિયલ ઝોનમાં ફેરવવા તેમજ અન્ય મોટા મોટા પ્લોટના પણ હેતુફેર કરવાનો ખેલ છેલ્લા થોડા સમયમાં આદર્યો છે. લાંબા સમયથી સાત રસ્તા પાસેનો આ વિશાળ પ્લોટ હાલમાં શહેરમાંથી  ડોર ટુ ડોર કચરો ઉપાડનારા કોન્ટ્રાક્ટરોએ તેમજ કેટલાક ખાનગી લોકોએ પાર્કિંગ માટે વાપરવા માંડ્યો છે. હવે આ પ્લોટ કરોડોમાં કોઈ બિલ્ડરને વેચવા પ્રક્રિયા થઇ શકે તેમ તેનો હેતુ મ્યુ,કોર્પોરેશન એ બદલ્યો છે.

પાંચ પ્લોટને રહેણાંક માટે તબદીલ કરાયા: મુકેશ ગોસાઇ

ટી.પી.ડી.પી. ઇજનેર મુકેશ ગોસાઇના મત અનુસાર છેલ્લી જનરલ બોર્ડની બેઠકમાં મહાનગરપાલિકાએ ટીપી સ્કીમ-2માં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કની આગળના શ્રીજી હોલ પાસેના 20348 ચો.મી. ના શાળા અને રમતગમત માટેના મેદાનને રહેણાંક માટેના હેતુનો કર્યો છે.  જેની સામે આ વિસ્તાર નજીક ફાઇનલ પ્લોટ 114ના 9600 ચો.મી.ના વાણિજ્ય માટેના હેતુના પ્લોટને શાળા અને રમત-ગમતના હેતુસર ફેરવવા, ટીપી સ્ક્રીમ-2માં  મેહુલનગર 80 ફૂટ રોડ પરના 1279 ચો.મી.ના પ્લોટને આરોગ્ય કેન્દ્ર માટેના હેતુમાંથી રહેણાંક-વેચાણ હેતુનો, ફાઇનલ પ્લોટનં-75 જનતા ફાટક પાસેની 2076 ચો.મી.ની ખુલ્લી જમીન આરોગ્ય કેન્દ્ર માટે,ટીપી સ્કીમ-1માં ફાઇનલ પ્લોટનં.62 પોલીસ હેડક્વાટર પાછળ આવેલા 4697 ચો.મી.ના શાળા અને રમત-ગમતના મેદાનને રહેણાંક-વેચાણ હેતુમાં અને ફાઇનલ પ્લોટ નં.95માં 9254 ચો.મી.ની ખુલ્લી જમીનને રમત-ગમત અને શાળાના હેતુફેરમાં તબદીલ કરવામાં આવ્યો છે.

Related posts

‘વોટર આઈડી’ની તાકાત આતંકવાદના ‘આઈઈડી’થી અનેકગણી: મોદી

Nawanagar Time

માનસિક અસ્વસ્થ મોરબીની પરિણીતાનું પતિ સાથે મિલન કરાવતી 181

Nawanagar Time

હાથરસ દુષ્કર્મના અપરાધીઓને ફાંસીએ લટકાવો: કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા પીડિતાને શ્રદ્ધાંજલિ

Nawanagar Time

Leave a Comment