Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર મહાપાલિકામાં અડધો-અડધ જગ્યાઓ ખાલી

jamnagar-municipal-corporations-half-a-half-spaces-are-empty

ડેપ્યુટી કમીશનર, ચીફ મેડીકલ ઓફીસર, પશુ ડોકટર, ચીફ ઓડીટરની જગ્યાઓ ખાલી: રેગ્યુલર અનેક પોસ્ટ ઉપર કોન્ટ્રાકટ બેઇઝથી ગાડુ ગબડાવાય છે

જામનગર:-સાત લાખની પ્રજા માટે ફરજીયાત સેવાઓ પુરી પાડવાની જવાબદારી ધરાવતી નગરની સ્થાનીક  સંસ્થા એવી જામનગર મ્યુ. કોર્પોરેશનમાં ખાટલે મોટી ખોટ એ છે કે એક તો જુના મહેકમ મુજબ કાયમી પોસ્ટ 650 છે તેમાંથી 275 જગ્યાઓ તો ખાલી છે અને મહત્વની પોસ્ટ પણ ખાલી છે તેમજ અન્ય પોસ્ટ ઉપર કોન્ટ્રાકટ ઉપરના કર્મચારીઓથી ગાડુ ગબડાવાય છે દેખીતુ છે તે કેટલી જવાબદારીથી કામ કરી  તે સવાલ સહેજે થાય.

આ કોર્પોરેશનને જાણે નજર લાગી ગઇ હોય તેમ ડેપ્યુટી કમીશનરની જગ્યા તો વારંવાર ખાલી જ રહે છે હાલ પણ ખાલી છે, ચીફ ઓડીટરની જગ્યા ખાલી છે, ચીફ મેડીકલ ઓફીસરની જગ્યા ખાલી છે, એકઝીકયુટીવ એન્જીનિયરની 3 જગ્યા ખાલી છે, પર્યાવરણ ઇજનેર નથી, પશુ ડોકટર નથી, ડેપ્યુટી  એકાઉન્ટન્ટ નથી, મેડીકલ ઓફીસરોની 4 જગ્યા ખાલી છે, વહિવટી અધિકારી વર્ગ-2 નથી, આઠ સીનીયર કલાર્કની જગ્યા ખાલી છે, 16 સેનેટરી સબ ઇન્સ્પેકટરોની જગ્યા ખાલી છે. મહત્વની જગ્યાઓ ખાલી હોય તો નાગરિકોની સેવાઓને માઠી અસર પહોંચે એ સ્વાભાવિક છે.

તેમાંય સફાઇ, ગટર, પાણી જેવી સેવા પુરી પાડવા સતત ફીલ્ડમાં ફરતા  જવાબદારીઓ નિભાવવા માટેની આવશ્યક એવી નાયબ કાર્યપાલક ઇજનેરની સાત જગ્યાઓ ખાલી છે જે અત્યંત ગંભીર બાબત છે. એટલું જ નહીં પી.આર.ઓ. રેગ્યુલર નથી, દરેક બ્રાંચ અને મેઇન બ્રાંચમાં ઓ.એસ. પણ નથી, અરે લેબોરેટરી ચીફ કેમીસ્ટ નથી, સાયન્ટિફિક ઓફિસર પણ નથી તેમજ જુનિયર કેડરના કલેરીકલ સ્ટાફ અને ટેકનીકલ સ્ટાફની ખુબ  ઘટ છે તે મોટાભાગે કોન્ટ્રાકટથી ભરતી કરવામાં આવે છે. વળી ગાર્ડન, સિકયોરિટી વગર જેવા વિભાગ માટે તો સ્ટાફ ન હોઇ તે સેવાઓ માટે કોન્ટ્રાકટ અપાયેલા છે જે અંગે અવાર નવાર ફરિયાદો જાણકારોમાંથી ઉઠે છે અને તેમાંથી મોટા ભાગની એક યા બીજા પ્રકારે દબાઇ પણ જાય છે. ઉપરાંત ચીફ માર્શલ,  મેન્ટેનન્સ, પ્લમ્બર, પંપ ઓપરેટર, કડિયા, સુથાર, સિકયોરિટી, પટ્ટાવાળા, મુકાદમ, ચોકિદાર વગેરેમાંથી મોટા ભાગની જગ્યાઓ નાબુદ થઇ છે અને બીજી તરફ એકથી વધુ ચાર્જમાં અને નિપુણતાના અભાવે રગડ ધગડ ગાડુ ગબડે છે.

Related posts

થય રહ્યાં છે મોટા ખુલાસા.. ! શકિતસિંહે મારૂ મતપત્રક ખેંચવા પ્રયાસ કર્યો હતો: રાઘવજી પટેલ

Nawanagar Time

એસી કાઢી નાખો.. જિલ્લા પંચાયતના ચેરપર્સનની પહેલ

Nawanagar Time

કાલાવડથી રાજકોટને જોડતો 15 કિ.મી.નો ડામર રોડ તૂટી જતાં ભારે દેકારો

Nawanagar Time

Leave a Comment