Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર મહાનગરપાલિકા કાયદા વિરૂદ્ધ મિલકત વેરો ઉઘરાવે છે ! ચોંકાવનારી ફરિયાદ

jamnagar-municipality-collects-property-tax-against-law-surprising-complaint

માજી કોર્પોરેટર કાંતિભાઇ જોશીએ મ્યુ. કમિશ્નરને સ્ફોટક રજૂઆત કરી

જામનગર:-જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની કાયદા અને કોર્ટના ચુકાદા વિરૂદ્ધ વસુલાત કરવામાં આવતી હોવાનો આરોપ લગાવી માજી કોર્પોરેટર કાંતિભાઇ જોશીએ આ મામલે મ્યુ. કમિશ્નરને તપાસ કરવા રજૂઆત કરી છે. સાથોસાથ મહાનગરપાલિકાના આ આસી. કમિશ્નર ટેકસ વિરૂદ્ધ પણ પ્રજાને ગેરમાર્ગે દોરવાનો અને ખોટા જવાબ આપવાનો આરોપ લગાવ્યો છે.

પ્રાપ્ત વિગતો  જામનગર શહેરના પંચેશ્ર્વર ટાવર નજીક રહેતા માજી કોર્પોરેટર કાંતિભાઇ જોશીએ શહેરના નવા વિસ્તારોમાં મિલકત વેરાના નિયમોનો સરાજાહેર ભંગ કરી ચેપ્ટર 8ના નિયમ 9 થી 18, 30, 21-એ, 21-બી, 40, 41, 42 અને 47 વિરૂદ્ધ બિલો આપવામાં આવ્યા હોવાનું જણાવી નિયમ મુજબ 6 માસીક બિલો બનાવવાને બદલે આખા વર્ષના બિલ  બનાવી ફરજ પરની બેદરકારી દાખવવામાં આવી હોવાનું જણાવી આ તમામ બાબતો સાબિત કરવા તૈયાર હોવાનું જણાવાયું હતું.

આ ઉપરાંત માજી કોર્પોરેટર મહાનગરપાલિકા દ્વારા ખાસ નોટીસથી જે મિલકતવેરો ઉઘરાવવામાં આવે છે તે ઉઘરાવી ન શકાય તેવું  હાઇકોર્ટના ચુકાદા તાકી જણાવ્યુ છે અને નાણાંકિય વર્ષ પુરૂં થયા પછી જે રીતે વેરો  છે તેમાં ઇટ ઇસ નોટ ઓપન ટુ કમિશ્નર ટુ એસેસ એન્ડ લેવી પ્રોપર્ટી ટેકસ ફોર ધેટ પીરીયડ ઓન ધ બેસીસ નોટીસ ઇસ્યુડ આફટર ધ એક્ષપાયરી ઓફ ઓફિસીયલ ઇટ આ ઉપરાંત નિયમ મુજબ મિલકત ધારક ભાડુત છે કે, માલિક કે તે પણ તંત્ર દ્વારા ઘ્યાને ન લેવાતું હોવાનો આરોપ લગાવ્યો

સૌથી અગત્યની બાબત પર પ્રકાશ પાડતાં માજી કોર્પોરેટર કાંતિભાઇ જોશીએ જણાવ્યું હતું કે, કાયદાની કલમ 69(1) મુજબ સક્ષમ સત્તામંડળની મંજુરી લઇ પાવર ડેલીગેટ માત્ર જવાબદાર અધિકારીને કરી શકે છે પરંતુ આ કાર્યવાહીમાં કલાર્ક દ્વારા વોરંટમાં સહી કરી કાયદાનો ભંગ કરવામાં આવેલો છે. અને ચેપ્ટર 8ના નિયમો વિરૂદ્ધ બિલ બનાવવાની  ન હોવા છતાં આ બિલ બનાવવામાં આવી રહ્યા હોવાનું તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા જપ્ત થયેલી મિલકત જો સડી જાય કે તેને સંભાળવાનો ખર્ચ વધી જતો હોય તો તેને વહેંચી શકાય અને તેમાં નિયમ મુજબ વેલ્યુએસન ચાર્જ ચુકવવાની જોગવાઇ નથી અને રૂા. 1 માં ખરીદવાની  નથી. આમ, છતાં લાખોની મિલકત રૂા. 1 માં ખરીદવાની બાબત કહી અમલ કરી કાયદાને નિયમ વિરૂદ્ધ કાર્યવાહી કરી બેદરકારી દાખવી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

અંતમાં તેઓએ વેલ્યુએશનના તગડાં ચાર્જ વસુલ કરવાની અમલવારી કયાં કાયદા અને નિયમ મુજબ છે કે, વેલ્યુના ફાયદા બાબત છે તે ખુલાસો કરવામાં આવ્યો  આ સંજોગોમાં જો મિલકત વેરા વસુલાત મામલે જો તટસ્થ તપાસ કરી ન્યાય આપવામાં નહીં આવે તો આ મામલે અદાલતના દ્વાર ખખડાવવાની ચિમકી અંતમાં ઉચ્ચારવામાં આવી હતી.

Related posts

પ્રથમ દિવસે એસટી વિભાગને 31,734 હજારની બોણી

Nawanagar Time

ખેડૂતોના નામે કરોડો રૂપિયા ચાંઉ કરી જનાર જીવાપર સહકારી મંડળીના મંત્રીના આગોતરા ફગાવાયા

Nawanagar Time

ખંભાળિયાના ઘી ડેમમાંથી મોટાપાયે માટી ચોરી ઝડપાઇ

Nawanagar Time

Leave a Comment