Nawanagar Time
જામનગર

જામનગરમાં ૧૬મી ડિસેમ્બરની ધર્મ સભા માટે ચાલતી તડામાર તૈયારીઓ…

Jamnagar: On December 16th, a religious gathering for religious gatherings ...
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ હેતુ ધર્મસભાનું જામનગરમાં ૧૬મીએ આયોજન થયું છે, ત્યારે આ ધર્મસભાની સફળતા માટે ભારે જહેમત ઉઠાવાઈ રહી છે. હિન્દુ સેના દ્વારા આવતીકાલે શંખનાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

જામનગરમાં તા. ૧૬ મીએ વિરાટ હિન્દુ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભામાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડે તે હેતુથી ઠેર-ઠેર બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વધુને વધુ લોકો આ ધર્મસભામાં જોડાય તે માટે હિન્દુ સેના દ્વારા આવતીકાલ તા. ૧૪-૧૨-૧૮ ના સાંજે ૫ થી ૬ બેડી ગેઈટ ચોકમાં શંખનાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

Related posts

ઠેબામાં યુવાનની હત્યા નીપજાવવા પ્રયાસ

Nawanagar Time

જામનગરમાં ક્રિકેટના સુગંધી સોદા કરતો અત્તરનો વેપારી ઝડપાયો

Nawanagar Time

રિલાયન્સની સુવિધા માટે લાઈન શીફટીંગની સામે ખેડૂતોનો જોરશોરથી વિરોધ

Nawanagar Time

Leave a Comment