Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર: મકાનમાંથી 66 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

jamnagar-over-66-thousand-foreign-liquor-was-arrested-from-the-house

132 બોટલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ કરતી પોલીસ

જામનગર:-જામનગરના શાંતિનગર-1 વિસ્તારમાંથી સિટી બી ડીવીઝન પોલીસે અંગ્રેજી દારૂની 132 બોટલ કિ. રૂા. 66 હજાર ઝડપી પાડી છે. બંધ મકાનમાં રહેલો દારૂ કબ્જે કરી પોલીસે બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.

મળતી વિગત મુજબ ગઇકાલે સીટી બી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ.ચંદ્રવિજયસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ.હિતેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમારને ચોકકસ બાતમી મળેલ કે શાંતિનગર-1ના છેડે રહેતા હિતેન્દ્રસિંહ કલુભા રાઠોડ પોતાના રહેણાંક મકાને અંગ્રેજી દારૂનો જથ્થો રાખેલ છે જે હકીકત આધારે રેઇડ કરતા આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતયો કલુભા રાઠોડ રહે. શાંતીનગર, શેરી નં.1ના છેડે, જામનગર વાળો ઘરે હાજર મળી આવેલ નહી અને તેના મકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલો નંગ 132 જેની કિ.66 હજારનો મુદામાલ રેઇડ દરમ્યાન પકડી પાડેલ અને આરોપી હિતેન્દ્રસિંહ જામનગર વાળાને શોધી કાઢવા તપાસ તજવીજ ચાલુ છે.

આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વી.એસ.લાંબા તથા પો.હેડ કોન્સ. હરેન્દ્રસિંહ જાડેજા તથા ચંદ્રવિજયસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ.જોગીન્દ્રસિંહ ચૌહાણ તથા હિતેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમાર તથા અમીતભાઇ નિમાવત તથા ભુપતભાઇ પાટડીયા દ્વારા કરવામાં આવેલ છે.

Related posts

જામનગર શહેરમાંથી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ચાલતો દસમો ડબ્બો પકડાયો

Nawanagar Time

રાજયના કોઈપણ ખુણામાં મહિલાઓને મુશ્કેલીમાં મદદ કરશે ‘મહિલા હેલ્પલાઈન એપ’

Nawanagar Time

કોર્પોરેશન દ્વારા વ્યવસાય વેરા વ્યાજ માફી યોજના, પ્રમાણપત્ર અપાશે

Nawanagar Time

Leave a Comment