Nawanagar Time
ગુજરાત જામનગર

ચપટી વગાડી વાહન ચોરોને ઝડપી લેતી જામનગર પોલીસ!

jamnagar-police-take-speed-in-stealing-vehicle-thieves

બાઈક ચોર ગેંગ પકડાતાં જ જામનગર પોલીસે ફટાફટ ફરિયાદો નોંધી: ઉલટી ગંગા જેવો ઘાટ

જામનગર:-જામનગર શહેરમાં બાઈક ચોરો બેફામ બન્યા છે ત્યારે  નાની-મોટી ફરિયાદો નોંધવાની તસ્દી ન લેતી પોલીસે નવી રીત-રસમ અપનાવી ક્રાઈમ રેટ ઘટાડવા માટે પહેલાં આરોપી પકડો, બાદમાં ફરિયાદ નોંધવાનો સિલસિલો શરૂ કર્યો છે. જે અન્વયે ગઈકાલે એક જ દિવસમાં જૂદા-જૂદા ત્રણ વાહન ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ફોટા પડાવવા માટે વાહનચોર ગેંગ ઝડપી લીધાંની જાહેરાત કરી વાહ-વાહી લૂંટવામાં આવશે.

જામનગરમાં વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. અમુક બનાવોની અરજી લઇ  પોલીસ સંતોષ માને છે જયારે અમુક બનાવોમાં ફરિયાદ નોંધે છે, ત્યારે શહેરના સીટી સી ડીવીજન વિસ્તારમાં સવા માસના ગાળામાં થયેલ ત્રણ મોટર સાયકલની ચોરીની એક સાથે ફરિયાદ સામે આવી છે. જેમાં ગોકુલ નગર વિસ્તારમાં શેરી નંબર પાંચમાં સોઢા સ્કુલની બાજુમાં રહેતા પૃથ્વીરાજસિંહ જશુભા જાડેજાએ ગત તા. 14મીના રોજ  પોતાનું જીજે 04 એઆર 1831 નંબરનું મોટરસાયકલ ઘર નજીક પાર્ક કર્યું હતું ત્યારે કોઈ સખ્સ ચોરી કરી ગયો હતો.  આ  બનાવ અંગે આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જયારે મોટરસાયકલ ચોરીનો અન્ય એક બનાવ ખોડીયાર કોલોની વિસ્તારમાં બન્યો હતો જેમાં સંતોષી માતાના મંદિરની બાજુમાં ઈસ્માઈલભાઈ શેખ રે. ગરીબનગર પાણાખાણ મસ્જિદની બાજુમાં વાળાએ ત્રણ દિવસ પૂર્વે પાર્ક કરેલ પોતાની જીજે 10 સીએ 5316 નંબરની મોટરસાયકલને કોઈ અજાણ્યા તસ્કરો હંકારી ગયા હતા, આ બનાવ અંગે સીટી સી ડીવીજન પોલીસે બાઈકના માલિકની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે બાઈક ચોરીનો અન્ય એક બનાવ પણ ગોકુલનગર સાયોના શેરી કણજારીયા એન્ટરપ્રાઈજ નામના બ્રાસ પાર્ટના કારખાના બહાર બન્યો હતો. જેમાં કારખાનેદાર મહેશ લવજીભાઈ  કણજારીયાની મોટર સાયકલ કોઈ સખ્સ ઉઠાવી ગયો હતો. પખવાડિયા પૂર્વેના બનાવની પોલીસે ફરિયાદ નોંધી કોઈ ચોક્કસ ગેંગ સક્રિય થઇ હોવાની આશંકા જતાવી તપાસ હાથ ધરી છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસે કોઈ ગેંગને પકડી પાડી છે જેમાં અડધો ડજન ઉપરાંત વાહન ચોરીની કબુલાત સામે આવી છે, ઉપરોક્ત ત્રણ બાઈક પણ આ જ ટોળકીનું કારસ્તાન હોવાનું ઉમેર્યું હતું.

Related posts

જી.જી. હોસ્પિટલના ડોકટરો દ્વારા નવજાત શિશુને નવજીવન અપાયું

Nawanagar Time

જામનગરના ઉભરતા કલાકારો હવે વીડિયો ક્લિપ મોકલી કલામહાકુંભમાં ભાગ લઈ શકશે

Nawanagar Time

તાજિયા ઠંડા, કોમી એકતા સાથે મહોર્રમ પર્વ સંપન્ન

Nawanagar Time

Leave a Comment