Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ ગુજરાત જામનગર

જામનગર પોલીસના દિલોદિમાગ પર ‘ઉરી’ છવાઇ

jamnagar-police-uri-on-the-heart-of-the-wall

એસપી, ડીવાયએસપી સહિત 250 જેટલા પોલીસકર્મીઓ પહોંચ્યા ઉરી ફિલ્મ નિહાળવા

જામનગર:-ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને 2016માં કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ ઉરી લોકોના દિલો દિમાગ પર છવાઈ ગઈ છે. ભારતીય સેનાની વીરતા બતાવતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર  સાબિત થઈ છે ત્યારે જામનગરના પોલીસકર્મીઓ પણ આ ફિલ્મ જોવાની લાલચ રોકી શક્યા નથી.

આ ફિલ્મ 2016માં ભારતીય સેનાએ એલઓસીની પેલે પાર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત છે. ફિલ્મમાં રજત કપૂર વડાપ્રધાન મોદી અને પરેશ રાવલ અજીત ડોભાલની ભૂમિકા ભજવી રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઈક વખતે મનોહર પાર્રિકર રક્ષામંત્રી હતા.

jamnagar-police-uri-on-the-heart-of-the-walljamnagar-police-uri-on-the-heart-of-the-wall
jamnagar-police-uri-on-the-heart-of-the-wall

પોલીસવડા શરદ સિંઘલએ કરેલા આયોજનને લઈને જામનગરના 250 જેટલા પોલીસકર્મીઓ આ ઉરી ફિલ્મને નિહાળવા શહેરના ઇનોક્સ થિયેટરમાં પહોંચી આવ્યા હતા. નોંધનીય છે કે, વર્ષ 2016માં ભારતીય સેનાએ એલઓસીની પેલે પાર કરી સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. જેમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આ ઘટના પરથી ઉરી ફિલ્મ બનાવવામાં આવી  કહેવાય છે.

jamnagar-police-uri-on-the-heart-of-the-wall
jamnagar-police-uri-on-the-heart-of-the-wall

મેઘપર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જે ડી ઝાલાએ કહ્યું હતું કે, સરકારે જે નિર્ણય લીધો છે તે ખૂબ જ પ્રસંશનીય છે. 4 જૂન 2015ના રોજ થયેલા હુમલાનો ઇંડિયન આર્મીએ છ દિવસ પછી 10 જૂન 2015ના રોજ એવો જડબાતોડ જવાબ આપ્યો હતો કે, દુશ્મન દેશ  તારીખે તેના આઘાતમાંથી બહાર નથી આવ્યો.

Related posts

‘દેવી’: નવ મહિલાઓની વાત રજૂ કરશે

Nawanagar Time

જસાપર ગામના ખેડૂતનું અકસ્માતે વીજઆંચકો લાગતાં કરૂણ મૃત્યુ

Nawanagar Time

આનંદો ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓને આપશે વીમા કવચ

Nawanagar Time

Leave a Comment