Nawanagar Time
ગુજરાત જામનગર

મનપા નું તંત્ર એક્શનમોડમા, જામનગરની પોસ્ટ ઓફિસ વહેલી સવારે સીલ

jamnagar-post-office-seal-in-early-morning

વેરાના નાણાં ભરવાની ખાતરી આપતાં સીલ ખૂલ્યું

જામનગર:-જામનગર મહાનગરપાલિકા ને સ્થાનિકો પાસેથી પાણી વેરા અને મિલકત વેરા પેટે વર્ષોથી કરોડોની બાકી વસુલાત નીકળે છે,આમ તો વસુલાત વર્ષ દરમિયાન અવિરત ચાલતી પ્રક્રિયા છે પણ છેલ્લા છેલ્લા કેટલાક દિવસોથી મનપા નું તંત્ર એક્શનમોડમા આવ્યું  અને બાકી વેરા ના ભરનાર આસામીઓની મિલકતો સીલ કરી નાણા વસુલવાની શરૂઆત કરી છે,

એવામા કેટલીક સરકારી મિલકતો પણ સર્વિસ ચાર્જ ભરવામા ઉણી ઉતરતા મનપાની ટીમે આજે ધોકો પછાડીને વહેલી સવારે જામનગરના ચાંદીબજાર નજીક આવેલ મેઈન પોસ્ટ ઓફીસ સહિતની પોસ્ટઓફિસો પાસેથી બાકી નીકળતા 40.57 લાખનો મિલ્કત વેરો સહીત સર્વિસચાર્જની  લાખની રકમ ભરપાઈ કરવા માટે અવાનવારના પત્રવ્યવહારો છતાં પણ ભરપાઈ કરવામાં ના આવતા આજે મનપાની ટીમના આસીસ્ટન્ટ ટેક્સ કમિશ્નર જીગ્નેશ નિર્મળ, જી.જે.નંદાણીયા સહિતની ટીમ આજે વહેલી સવારે 7:30 વાગ્યે મેઈન પોસ્ટ ઓફીસના બિલ્ડિંગને ને સીલ કરી અને મિલકતવેરો ના ભરનાર લોકોને ઉદાહરણ પુરુ પાડ્યું છે કે જે કોઈ આસામી  ભરપાઈ કરવામાં ડાંડાઈ કરશે તેની મિલકતો જપ્તીમા લેવાશે.

jamnagar-post-office-seal-in-early-morning
jamnagar-post-office-seal-in-early-morning
jamnagar-post-office-seal-in-early-morning
jamnagar-post-office-seal-in-early-morning
jamnagar-post-office-seal-in-early-morning
jamnagar-post-office-seal-in-early-morning

મુખ્ય પોસ્ટ ઓફિસને સીલ કરવામાં આવ્યા પોસ્ટ ધારકો, પેન્શન ધારકો, પોસ્ટમાં ખાતા ધરાવનારાઓ અને આધારકાર્ડ બનાવનારા રઝળી પડ્યા હતા. મુખ્ય પોસ્ટ ઓફિસને જામનગર મહાનગર પાલિકાને સીલ કર્યા બાદ તંત્રને ટેકસ ભરવા બાબતે બાહેધરી આપવામાં આવતા આજે બપોરે 11 કલાકથી પોસ્ટ ઓફિસનું  ફરીથી શરૂ થઇ ચુકયુ છે. પોસ્ટ ઓફિસ વિભાગે ટેકસ ભરવાની ખાત્રી આપ્યા બાદ જામનગર મહાનગર પાલિકાના કર્મચારીઓ સ્થળે પહોંચ્યા હતા અને પોસ્ટ ઓફિસનું કામ ફરીથી શરૂ કરવાની અડચણો હટાવી હતી.

Related posts

રિલાયન્સ કંપની અંદર પુર ઝડપે દોડતા ડમ્પરે ઠોકર મારતા બાઈક ચાલકનું મોત

Nawanagar Time

લાવડિયા ગામે ભાનુશાળી યુવાનની કરપીણ હત્યા : આરોપીઓ હાથવેતમાં

Nawanagar Time

જનરલ પોસ્ટ ઓફિસમાં ક્નેક્ટિવિટી ખોરવાતા ખાતેદારોને હાલાકી

Nawanagar Time

Leave a Comment