Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર વીજ તંત્રના ચકચારી ટ્રાન્સફોર્મર ચોરી પ્રકરણમાં ચાર ડેપ્યુટી ઈજનેરની બદલી

jamnagar-power-system-transit-transformer-thieves-four-deputy-engineers-replaced

અગાઉ થયેલા ટ્રાન્સફોર્મર ચોરીનું પ્રકરણ ફરી ગાજયું: એક અધિકારીની બદલી કેમ ન થઇ? તેને લઇને પણ થતી અનેક અટકળો

જામનગર:-જામનગરમાં પીજીવીસીએલના ચાર  એન્જીનિયરોની કોર્પોરેટ ઓફિસ દ્વારા બદલી કરાતાં વર્તૂળ કચેરીમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ફરી એક વખત ટ્રાન્સફોર્મર ચોરી પ્રકરણ ફરી ગાજયું હોય તેવી ચર્ચાઓ થઇ રહી છે. જામનગર પીજીવીસીએલ સર્કલમાં થોડાં મહિનાઓ અગાઉ કેટલાંક ટ્રાન્સફોર્મર ચોરી થયા હોવાનું સામે આવ્યા બાદ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.  તપાસના અંતે કેટલાંક અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જો કે, આ અધિકારીઓની બદલી રોકવામાં આવી હતી એટલે કે, રદ્ કરાઇ હતી. જેને લઇને તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડયું હતું. જામનગરમાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની થયેલી ચોરીનું પ્રકરણ ખૂબ ગાજયું હતું. તેવામાં કોર્પોરેટ ઓફિસ દ્વારા ફરી એક વખત ચાર ડેપ્યુટી એન્જીનિયરોની બદલી કરવામાં  છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, બદલી થયેલા અધિકારીઓ પોતાની નવી ફરજના સ્થળે હાજર થાય છે કે પછી વધુ એક વખત ભલામણોના દૌર શરૂ થાય છે. બીજી તરફ એક અધિકારીની બદલી નથી થઇ. આ અધિકારીની બદલી કેમ નથી થઇ? તેને લઇને પણ અનેક અટકળો વર્તૂળ કચેરીમાં શરૂ થઇ

Related posts

મીઠાપુરની ટાટા કેમિકલ્સની લોકસુનાવણીમાં પ્રદૂષણનો પ્રશ્ર્ન ગુંજ્યો

Nawanagar Time

કુદરતી આફતો સામે દ્વારકાને માત્ર 45 લાઈફ જેકેટનું રક્ષણ

Nawanagar Time

21 મોત: કોરોનાના પાપે જામનગરના સ્મશાનમાં આજે પણ વેઈટીંગ

Nawanagar Time

Leave a Comment