Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં લોકસભા ચૂંટણી તૈયારીનો ધમધમાટ

jamnagar-preparing-for-lok-sabha-election-preparations

કર્મચારીઓનો ડેટા બેઇઝ તૈયાર કરવા સંદર્ભે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક

જામનગર:-આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2019ની પૂર્વ તૈયારીના ભાગરૂપે કર્મચારીઓનો ડેટાબેઈઝ તૈયાર કરવા માટે અને સ્ટાફની સંપૂર્ણ માહિતી ચકાસવા તેમજ તે સબબની કામગીરીમાં થયેલ પ્રગતી બાબતે કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટર રવિશંકરે દરેક વિભાગના અધિકારીઓ પાસેથી તેઓના સ્ટાફની જીણવટ ભરી માહિતી એકઠી કરવા સુચનો  હતા તેમજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2019ની કામગીરી સરળ રીતે પાર પડે તે માટે વહિવટીતંત્રના દરેક કર્મચારીઓને જુસ્સાભેર કામ કરવા અનુરોધ કરી કર્મચારીઓ તથા અધિકારીઓને ચુંટણી દરમિયાન બિનજરૂરી રજા ઉપર ન જવા સુચન કરેલ હતું. વધુમાં કલેકટર રવિશંકરે ઉપસ્થિત વહિવટીતંત્રના દરેક અધિકારીઓને ઘટતી વિગતો સત્વરે પુરી પાડવા તથા ચૂંટણી  કોઇ વિક્ષેપ ન પડે તે માટે તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા તથા જિલ્લા વહિવટીતંત્રના દરેક વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

ટેકાની રાહ જોયાં વગર ખૂલ્લા બજારમાં મગફળી વેંચવા ખેડૂતોની દોટ

Nawanagar Time

લાલપુર નજીક અકસ્માતમાં દંપતિ સહિત ચાર ઘવાયાની ફરિયાદ

Nawanagar Time

જામનગરમાં હોમ કોરોન્ટાઈનનો ભંગ કરી રખડતા પરિવારને સમજાવટથી ઘરમાં મોકલાયા

Nawanagar Time

Leave a Comment