Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમો પાછળ રૂા.10 કરોડનું આંધણ!

jamnagar-prime-ministers-programs-behind-the-rs

લાવો બબ્બે કરોડ… અલગ-અલગ પાંચ વિભાગોને પત્ર પાઠવી ઉઘરાણી કરવામાં આવી

જામનગર:-તાજેતરમાં પ્રધાનમંત્રીની સભા જામનગરમાં યોજાઈ હતી. આ પોણી કલાકની સભા પાછળ દસ કરોડનું આંધણ થયું હોવાનું જાણવા મળે છે અને આ માટે અલગ-અલગ પાંચ વિભાગોને પત્ર પાઠવી  કરવામાં આવી હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળે છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાઈ હતી. તેમણે સભામાં પણ કહ્યું હતું કે ’મને નાનું કાંઈ ફાવતું નથી’ તેમના આ શબ્દો અક્ષરસ: સાચા ઠર્યા હોય તેમ તેમની સભા સાથે ઉદ્ઘાટન, લોકાર્પણ, ખાતમુહૂર્ત પાછળ દસેક કરોડનો ખર્ચ કરવામાં  હોય તેમ જાણવા મળે છે.

જામનગરમાં પ્રધાનમંત્રીના હસ્તે થયેલા લોકાર્પણ, ખાતમુહૂર્ત માટે લગભગ પોણોથી એક કલાકનો કાર્યક્રમ હતો, દસેક કરોડના ખર્ચે પાર પડ્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ, રેલવે વિભાગ, સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ આમ પાંચ વિભાગો પાસેથી કાર્યક્રમના ખર્ચા પેટે બે-બે કરોડની  કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.

આમ આ લક્ઝરી સભા પાછળ બેસુમાર ખર્ચ થયા હતાં તેની ચૂકવણી કરવાનો સમય આવતા અનેક વિભાગોની મુંઝવણ વધી છે. કારણ કે બે કરોડ જેવી માતબાર રકમની ચોપડામાં ’જગ્યા’ ક્યાં કરવી? હવે આ રકમ ક્યારે ચૂકવાય છે એ તો આવનારો સમય કહેશે, પરંતુ  ઈતિહાસમાં સભા-કાર્યક્રમ પાછળ આટલો તગડો ખર્ચ કદાચ પ્રથમ વખત થયો હશે. આમ આ વિકસતા દેશમાં જો એક દિવસની બે-ચાર કલાકની સભા પાછળ દસેક કરોડનો ખર્ચ થતો હોય તો કુલ આંકની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ મુદ્દો જામનગરમાં અત્યારે ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

Related posts

ભાણવડ પંથકમાં ગાંધીનગર ખાણ ખનિજ વિભાગના દરોડા

Nawanagar Time

100 ટકા પરિણામ ન મેળવનાર શાળાઓને વેકેશનમાં ‘હોમવર્ક’ આપતા શિક્ષણ નિયામક

Nawanagar Time

બ્રાસ સિટીનો બ્રાસ ઉદ્યોગ ભયંકર મંદીના ભરડામાં

Nawanagar Time

Leave a Comment