Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં જુગારધામ પર દરોડો: 9 શખસોની ધરપકડ

jamnagar-raid-9-men-arrested

રૂા.92200નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા શખસો સામે કાર્યવાહી હાથ ધરતી એલસીબી

જામનગર:-જામનગરના પાણાખાણ વિસ્તારમાં આજે પોલીસે દરોડો પાડી જુગારધામ પકડી પાડયું હતું. આ દરોડામાં પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી હતી અને રૂા. 92200નો  કબજે કર્યો હતો.

બનાવની વિગતો મુજબ જામનગરમાં આવેલી પાણાખાણ શેરી નં.રમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબીના વનરાજ મકવાણા, તેમજ નિર્મળસિંહ જાડેજા અને મિતેશભાઇ સહીતનો કાફલો ત્રાટકીયો હતો અને જુગાર રમી રહેલા અકબર મામદ ખીરા રહે. પાણાખાણ મેઇન રોડ, પોલા સુખાટી ચૈાધરી, રહે પાણાખાણ મેઇન રોડ, મહેશ મગન સવાસરીયા  રામનગર, હિતેશ મગન સવાસરીયા રહે. રામનગર, મેહુલ મુળજી અસ્વાર રહે હનુમાનનગર, ભિમબહાદુર નરબહાદુર નેપાળી, રહે ગોકુલનગર, પ્રિતેશ બિપીનીપૂરી ગોસ્વામી રહે. સમર્પણ હોસ્પિટલ પાછળ, અરવિંદ રામચંદ્ર યાદવ રહે. પાણાખાણ તથા અજીત બચુ સહાની, રહે પાણાખાણની ધરપકડ કરી હતી.  પોલીસે આ દરોડામાં રૂા.12200ની રોકડ તથા ત્રણ મોટર સાયકલ સહિત કુલ રૂા.92200નો  કબજે કર્યો છે. એએસઆઇ વી.જી. આહિરની ફરિયાદના આધારે પકડાયેલા 9 શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દરોડામાં પી.આઇ. આર.એ. ડોડિયાની સુચનાથી પીએસઆઇ વી.વી. વાગડિયા, કે. કે. ગોહિલ, આર.બી. ગોજિયા તથા એલસીબીના જયુભા ઝાલા, વશરામભાઇ આહિર, બશીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ  સહિતનો કાફલો જોડાયો હતો.

Related posts

રેતીની લીઝ બંધ કર્યાનું કારણ સામે આવ્યું, ગાંધીનગર સુધી થઈ ફરિયાદ

Nawanagar Time

બુધવારે જામ્યુકોનું જનરલ બોર્ડ

Nawanagar Time

શું તમારું શહેર 1 થી 100 નંબર પર આવે છે તો સરકાર તરફથી મળશે વિશેષ ગ્રાન્ટ…..

Nawanagar Time

Leave a Comment