Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરનો સેવન સીઝન્સ રીસોર્ટ વિવાદમાં સપડાયો

jamnagar-seven-season-resorts-attract-in-controversy

ડિરેકટર ઉપેન્દ્ર અંથવાલે ભાગીદારી છુટ્ટી કરવા ધમપછાડા શરૂ કર્યા તમામ સભ્યોને એસએમએસ કરતાં ચકચાર ભાગીદારોમાં આંતરિક મતભેદો સપાટીએ: લાખાભાઇ કેશવાલા છે સેવન સીઝન્સ કયારેય બંધ નહીં થાય સભ્યોએ ચિંતા કરવાની જરૂર નથી

જામનગર:-જામનગર- ખંભાળિયા હાઇ-વે પર આવેલા નામાંકિત સેવન સીઝન્સ રીસોર્ટના ભાગીદારો વચ્ચે છેલ્લા થોડા સમયથી ચાલતા આંતરીક વિખવાદો હવે ખુલ્લીને સપાટી પર આવતા ચકચાર જાગી છે. ભાગીદારો વચ્ચે ચાલતા શીત યુઘ્ધમાં ડિરેકટર ઉપેન્દ્ર અંથવાલે કલબના  સભ્યોને વ્યકિતગત મેસેજ કરી સેવન સીઝન્સની આર્થીક સ્થિતી ડામડોળ હોવાનું જણાવી ભાગીદારી છુટ્ટી કરવા કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું છે. તો બીજી તરફ જામનગરના જ વતની લાખાભાઇ કેશવાલાએ કલબના તમામ સભ્યોને હૈયે ધરપત આપી સેવન સીઝન્સ કયારેય બંધ નહીં થાય તેવી ખાતરી આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના નામાંકિત સેવન  રીસોર્ટે બે વર્ષ જેટલા ટુંકાગાળામાં લોકપ્રિયતા મેળવી છે. હાલમાં સેવન સીઝન્સ રીસોર્ટ એન્ડ સ્પામાં 200 જેટલા આજીવન સભ્યો છે. અને 700 જેટલા વાર્ષીક સભ્યો છે. રૂા. 3 લાખ જેવી આજીવનથી અને 5000ની વાર્ષીક ફી ધરાવતા આ રીસોર્ટ ભાગીદારી પેઢીથી ચાલી રહયો છે. જેમાં ઉત્તરાખંડના ભાગીદાર એવા ઉપેન્દ્ર અંથવાલ દ્વારા  મેમ્બરોને મેસેજ કરી રીસોર્ટની આર્થીક સ્થિતી સારી ન હોવાનું અને રીસોર્ટ પાસે ગામમાં લેણદારો વધ્યા હોવાનુ જણાવતાં સેવન સીઝન્સ રીસોર્ટ હાલ જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સેવન સીઝન્સ રીસોર્ટના વિવાદ અંગે ‘નવાનગર ટાઇમ’ એ ડિરેકટર અને જામનગરના વતની લાખાભાઇ કેશવાલા સાથે ટેલીફોનીક વાતચીત કરતાં તેઓએ ઉમેર્યું હતું કે સેવન  કયારેય બંધ નહીં થાય હાલમાં જે કંઇ વાતો થઇ રહી છે. તે માત્રને માત્ર હમ્બક છે. અમારા રીસોર્ટમાં 30 ટકાની ભાગીદારી ધરાવતા ઉપેન્દ્ર અંથવાલને ભાગીદારી છુટ્ટી કરવી છે અને કાં તો રીસોર્ટ સંભાળી લેવો છે. પરંતુ આટલી મોટી મિલકત કોઇપણ જાતની ગેરંટી વગર બહારની વ્યકિતને કેમ સોંપી દેવી ઉપેન્દ્ર  ભાગીદારી છુટ્ટી કરી તાત્કાલીક નાણાં જોઇએ છે સ્વભાવીક છે કે, આટલી મોટી રકમ તાત્કાલીક ન મળી શકે. અને જો તેઓને રીસોર્ટ સંભાળવો હોય તો કોઇ નામાંકીત વ્યકિતની ગેરંટી જોઇએ આ મામલે અમોએ સીએ સહિતના નામાંકિત વ્યકિતઓ મારફતે મતભેદો દુર કરવા પ્રયાસ કર્યા હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

બીજી તરફ ડિરેકટર  અંથવાલ કહે છે કે છેલ્લા આઠ માસથી રીસોર્ટ સતત નુકશાની કરી રહયો છે. અને નુકશાનીના કારણે મતભેદો થઇ રહયા હોય મેં મારા ભાગીદારોને સ્પષ્ટ કહયું છે કાં તો હું રીસોર્ટ સંભાળી લઉ કાં તો તમે બંન્ને ભાગીદારો રીસોર્ટ સંભાળી લો જેમાં મને કોઇ વાંધો નથી અને આ મામલે મેં  બિલ્ડરની મઘ્યસ્થી પણ કરાવી છતાં પ્રશ્ર્નનો ઉકેલ ન આવતાં અંતે નાછુટકે મેં મારા તમામ સભ્યોને એસએમએસ કરી રીસોર્ટની સ્થિતી અંગે સત્ય હકિકત જણાવી છે.  આમ, જામનગરનો નામાંકીત અને લોકચાહના ધરાવતો સેવન સીઝન્સ રીસોર્ટ વિવાદમાં સપડાતા લોકોમાં તરેહ તરહની ચર્ચા ઉઠી છે જો કે જામનગરના સ્થાનીક લાખાભાઇ કેશવાલા રીસોર્ટ સાથે  હોય તેઓ રીસોર્ટ કે રીસોર્ટના સભ્યોનું અહિત નહીં થવા દે તેવું તેઓએ અંતમાં જણાવ્યું હતું.

Related posts

પાંચ હાટડીમાં કોંગ્રેસે બંધ કરાવેલ દુકાન ભાજપે ખોલાવી

Nawanagar Time

કોંગે્રસ એટલે વરરાજા વગરની જાન: પૂનમબેન માડમ

Nawanagar Time

ભાણવડમાં માતા વગરના શ્ર્વાન શિશુનું રાજપૂત પરિવાર દ્વારા પાલન

Nawanagar Time

Leave a Comment