Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના આકાશમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામશે જંગ

jamnagar-sky-jung-comprised-between-narendra-modi-and-rahul-gandhi

બજારમાં છોટાભીમ, મીકી માઉસ, બેન્ટેન્ડ, શીવા, ડોરેમોનની પતંગનો જબરો ક્રેઝ

જામનગર :-સમગ્ર ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણ પર્વનું અનેરૂં મહત્વ હોય જેના અનુસંધાને જામનગરવાસીઓ પણ મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહ ભેર તૈયારી કરી રહયા છે. નગરની બજારોમાં પતંગની ભારે વેરાઇટી જોવા મળી છે. આ વર્ષે રાજકીય મોદી અને રાહુલ ગાંધીના પતંગે શહેરભરમાં ચર્ચા જગાવી છે. લોકો પણ રાજકીય પક્ષના પતંગો ખરીદતા થયા છે.

જામનગરની બજારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યોગી, અટલ બિહારી વાજપેઇ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલ, રાહુલ ગાંધી તેની ટીમ સાથે રાજકીય માહોલ આગામી ચુંટણીને અનુલક્ષીને તમામ પ્રકારની પતંગોએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે લોકો પણ રાજકીય પક્ષની પતંગને વધુ પડતી પસંદ કરી રહ્યા છે.

બાળકોમાં છોટાભીમ, બેન્ટેન્ડ, મીકીમાઉસ, હેગ્રીબર્ડ, ટોમ એન્ડ જેરી, મોટુ પતલુ, શિવા, ટોમ્સ, કિંગ, સ્પાઇડરમેન, ડોરેમોન વિવિધ વેરાઇટીઝ બજારોમાં ઉપલબ્ધ છે. બાળકો માટે રૂા.5 થી 15 અને 50 સુધીની આ તમામ વેરાઇટી મળી રહી છે. બાળકો કાર્ટુનવાળી પતંગ અને માસ્કની ખરીદી કરી રહ્યા છે. માસ્કમાં પણ વિવિધ પ્રકારના ગોગલ્સ કેપ અને તમામ પ્રકારના કાર્ટુનવાળા ઉપલબ્ધ છે. રૂા.20થી માંડી 300 સુધીના માસ્ક ખરીદી રહ્યા છે. બાળકોમાં સ્ટેચ્યુ ઓફ યુનીટી, મોદી, રાહુલ ગાંધી પણ છવાયેલા જોવા મળ્યા છે.

મોદી આ વર્ષે ઓલ ઓવર હીટ રહ્યા છે. સૌથી વધુ આર્કષણનું કેન્દ્ર મોદી બન્યા છે. વેપારીઓ જણાવે છે કે લોકો મોદીની પતંગ વધુ પડતી ખરીદી રહ્યા છે. ભારતનું ગૌરવ સમાન સ્ટેચ્યુ ઓફ યુનીટી સરદાર પટેલ આર્કષણનું કેન્દ્ર બન્યા છે. અટલજીનું નિધન થયું તેમ છતાં તેઓ પતંગમાં છવાયેલા જોવા મળ્યા છે. રૂા.5થી માંડી 2500 સુધીની પતંગની વેરાઇટી બજારોમાં ઉપલબ્ધ છે.

અત્રે નોંધનીય છે કે, જામનગરના વેપારીઓ જણાવે છે કે, આ વર્ષે લોકો રાજકીય પાર્ટીઓ પોતાની પસંદગીના પતંગ ખરીદી રહ્યા છે. જેમાં મોદી, સરદાર પટેલ, રાહુલ ગાંધી પોતાની ટીમ સાથે છવાયેલા રહ્યા છે. લોકોએ ભરપૂર માત્રામાં પતંગની ખરીદી કરી છે. ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે શહેરભરની બજારોમાં પૂરજોશમાં પતંગની ખરીદી જોવા મળી છે.

Related posts

કરૂણા અભિયાન: જામનગરમાં પતંગ-દોરાએ 41 પક્ષીઓને કર્યા ઘાયલ

Nawanagar Time

મધ્યાહન ભોજનમાંથી નીકળી ઈયળઃ ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા

Nawanagar Time

જાહેર માર્ગને 15 મીટર ટૂંકો કરવામાં ‘ભૂલ’ કોની?

Nawanagar Time

Leave a Comment