Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સસ્પેન્ડ પોલીસકર્મી આણી ટોળકીએ યુવાનને લમધાર્યો

jamnagar-suspended-policemen-brought-a-youth-gang-lamadharyo

સત્યમ કોલોનીમાં કિંમતી પ્લોટના ડખ્ખામાં આરોપીઓએ કારમાં આવી યુવાનને ધમકાવ્યો

જામનગર:-જમનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં એક કારમાં આવેલ સસ્પેન્ડ પોલીસ કર્મી સહિતના ત્રણ સખ્સોએ યુવાનને છરી બતાવી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લાખો રૂપીયાની કિમતના પ્લોટની માલિકી અંગે બંને પક્ષે મનદુ:ખ થયા બાદ સમાધાન કરવા બોલાવ્યેલ સખ્સોએ છરી બતાવી માર માર્યાનો આરોપ લગાવ્યો છે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા ખાતે હરસિદ્ધિનગર વીસ્તારમાં રહેતા કરશનભાઇ ખીમાભાઇ ગોજીયાનો જામનગરમાં સત્યમ કોલોની આહિરસમાજ ની વાડી પાસે આવેલ ધનાભાઇના ગોડાઉન નજીક  એક પ્લોટ આવેલ છે. આ પ્લોટની માલિકી અંગે જામનગરમાં રહેતા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી પીઠા ચેતરીયા સાથે લાંબા સમયથી મનદુ:ખ ચાલે છે. આ બાબતના મનદુ:ખના સમાધાન માટે ગઈ કાલે બંને પક્ષે સત્યમ કોલોની ભેગા થવાનું નક્કી કર્યું હતું.

જેમ મુજબ કાર લઇ પીઠા ચેતરિયા અને તેની સાથે આવેલ મુકેશભાઇ ભારવાડીયા, પોલાભાઇ બેરા તેમજ ગોવાણાના ગાગીયાનો દિકરો સહિતના ચારેય  સખ્સોએ મળી કાર યુવાનને છરી બતાવી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ખંભાળિયાના કરસનભાઈની આઇ.પી.સી કલમ 323,504,506(2),114 તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં પોતે પોતાનો સમર્પણ સર્કલ પાસેનો પ્લોટ ધનાભાઇ વરૂને વેચેલ હતો. પરંતુ રૂપિયા 20 લાખથી વધુની કિમતના આ પ્લોટનો કબ્જો પીઠાભાઇ ચેતરીયા પાસે હોવાથી બંને વચ્ચે વાંધો પડ્યો હતો. આ બાબતે પોલીસમાં અરજીઓ પણ કરવામાં આવી હતી. છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. દરમિયાન બંને પક્ષે અન્યોને સાથે રાખી સમાધાન કરવા નક્કી કર્યું હતું. અને ઘટના સ્થળે મળવાનું ગોઠવાયું હતું. દરમિયાન આ ઘટના ઘટી હતી. સીટી સી ડીવીજન પોલીસના પીએસઆઈ મકરાણીએ તપાસ હાથ ધરી છે.

Related posts

જામ્યુકો પાસે હવાના પ્રદૂષણ માપવાની વ્યવસ્થા જ નથી

Nawanagar Time

મફત અનાજ આપવાની પડકારજનક કામગીરીનો કાલથી પ્રારંભ

Nawanagar Time

ઓખામાં પોલીસ કર્મચારીના પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત

Nawanagar Time

Leave a Comment