Nawanagar Time
ગુજરાત જામનગર

ગ્લોબલ વોર્મિંગથી જામનગરના તાપમાનમાં ઉથલ-પાથલ

jamnagar-temperature-upheaval-with-global-warming

દરિયાઈ પટ્ટીએ આવેલાં જામનગર જિલ્લામાં શિયાળા-ઉનાળાએ પેટર્ન બદલી નાખી,છેલ્લા 3 વર્ષમાં ઉનાળામાં 7 ડીગ્રી તાપમાન વધ્યું: શિયાળામાં ઘટ્યું

જામનગર:-જામનગરમાં છેલ્લા 3 વર્ષથી શિયાળા અને ઉનાળાએ પેટર્ન બદલી નાખતાં ઓણસાલ આકરા તાપમાં લોકો તૌબા-તૌબા પોકારી ગયાં હતાં તો શિયાળામાં લોકોને ઠુઠવાવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે દરિયાકાંઠે વસેલા કોઈપણ શહેરમાં ઠંડી અને ગરમી અન્ય શહેરોની તુલનાએ ઓછી અસર કરતી હોય છે, પરંતુ છેલ્લા 3 વર્ષમાં ગ્લોબલ વોર્મીંગની અસર સમગ્ર હાલાર પર વર્તાઈ રહી છે.છેલ્લા 3 વર્ષના હવામાન વિભાગ પાસેથી આંકડા જોઈએ તો જામનગરનું લઘુત્તમ તાપમાન 7 ડીગ્રી ઘટ્યું છે તો સામે પક્ષે ઉનાળામાં તાપમાનનો પારો 7 ડીગ્રી ઊંચો ગયો છે.

ગ્લોબલ વોર્મિંગની અસર તળે છેલ્લા 3 વર્ષમાં આવેલા વાતાવરણમાં બદલાવ અંગે જામનગર જિલ્લા ક્ધટ્રોલરૂમના યશવંતસિંહ પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક તબબકે ગ્લોબલ વોર્મીંગની અસરો છેલ્લા પાંચ વર્ષથી જળવાયુ પરિવર્તન  જોવા મળી રહ્યાં છે.  જેમાંથી જામનગર પર બાકાત રહ્યું નથી.

જામનગર દરીયા કિનારાનો વિસ્તાર છે અહીં વાતાવરણ સમષીતોશ્ણ રહેવું જોઇએ તેમ છતાં ઠંડીમાં  અવારનવાર છેલ્લા 3 વર્ષમાં તાપમાન નીચુ જોવા મળ્યું છે. ઉપરાંત ઠંડીની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ ઉંચુ રહેવુ અને પવનની ગતિમાં પણ એકાએક વધારો થઇ જાય તેવું ગ્લોબલ વોર્મીંગની અસરને કારણે સર્જાય છે.

જામનગરમાં લઘુતમ તાપમાન 14થી 16 ડીગ્રી રહેતું હતું પરંતુ છેલ્લા 3 વર્ષથી વર્ષ 2016માં ડીસેમ્બર મહીનામાં લઘુતમ તાપમાનમાં ઘટાડો અનુભવાયો હતો

Related posts

લતિપુર ભાજપના કાર્યકરે ભીમજી મકવાણા સામે કરી ફરિયાદ

Nawanagar Time

ચેતજો! ઍર કન્ડિશનરમાં પણ આગ લાગી શકે છે

Nawanagar Time

22મીથી વીજ કર્મચારીઓની બેમુદ્દતી હડતાલ: 21મીએ માસ સીએલ

Nawanagar Time

Leave a Comment