Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં જુગાર રમતી બે મહિલા સહિત દસ ઝડપાયા.

jamnagar-ten-arrested-including-two-women-playing-gamblingjamnagar-ten-arrested-including-two-women-playing-gambling

ગુરૂદ્વારા અને અંધાશ્રમ ફાટક નજીક પોલીસ ત્રાટકી: કુલ રૂા.37970ની રોકડ સહીતનો મુદામાલ કબજે કરાયો

જામનગર:-જામનગર પોલીસે શહેરભરમાં રમાતા જુગાર પર લાલ આંખ કરી છે અને જુગારના જુદા જુદા દરોડામાં બે મહિલા સહિત 10 આરોપીને ઝડપી લેતાં શકુનીઓમાં ફફડાટ મચી ગયો છે.

જામનગરમાં ગુલાબનગર સર્કલ નજીક જલારામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા.30570ની મતા કબજે કરી હતી. જયારે અન્ય એક જુગારના બનાવામાં અંધાશ્રમ ફાટક પાસેના સિઘ્ધનાથ સોસાયટીમાંથી જાહેરમાં જુગાર રમતા બે મહીલા સહીત પાંચ શખ્સોને રૂા.7400ની રોકડ સાથે પકડી પાડયા હતાં.

શહેરના ગુરુદ્વારા સર્કલ વિસ્તારમાં આવેલા જલારામનગરમાં સીટી બી ડીવીઝનના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કેટલાક શખ્સો જલારામ નગર વિસ્તારમાં ગંજીપાના વડે જાહેરમાં જુગાર રમતા હોવાની માહીતી મળતાં પોલીસે રેઇડ કરી હતી, જેમાં પોલીસે પ્રવિણ ઉર્ફે સુખો કાળુભાઇ માણેક, અલી ઈસ્માઇલભાઇ સમા, મહેશ મોહનભાઇ બલદાણીયા, રવિ બાબુભાઇ વિરમીયા અને રાજુ ઉમેદભાઇ મુંદ્રાને પકડી પાડયા હતાં. આ તમામ શખ્સોના કબ્જામાંથી રૂા.30570ની રોકડ તથા ગંજીપાના સહીતનો મુદામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગારના અન્ય એક દરોડામાં સીટી સી ડીવીઝનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન અંધાશ્રમ ફાટક નજીક આવેલી સિઘ્ધનાથ સોસાયટી શહેરી નં.1માં કેટલાક લોકો જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જે અંગે પોલીસે તપાસ કરતાં ભગવતીબેન જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.43), સોનલબેન ભગવાનજીભાઇ પંડયા (ઉ.વ.43), જયુભા વકતાજી પરમાર (ઉ.વ.33), ચંદુભા વકતાજી પરમાર (ઉ.વ.42), અધિરૂઘ્ધસિંહ ભુપતસિંહ દેદા (ઉ.વ.28) રહે બધા અંધાશ્રમ ફાટક પાસે, સિઘ્ધાનાથ સોસાયટી શેરી નં.1, વાળાઓને જાહેરમાં જુગાર રમતા રૂા.7400ની રોકડ સાથે ઝડપી લીધા હતાં જેમાંથી આરોપી જયુભા, ચંદુભા અને અનિરૂઘ્ધસિંહની અટક કરવામાં આવી હતી જયારે બન્ને મહીલાઓને નોટીસ આપવામાં આવી હતી.

Related posts

હાર્દિક ચૂંટણી લડી શકે કે કેમ? કાનૂની ગૂંચ

Nawanagar Time

હાલારમાં ચિંતાજનક રીતે ઊંડા ઉતરતા પાણીના તળ

Nawanagar Time

નગરસીમ વિસ્તાર પુરમાં તબાહ: પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળ

Nawanagar Time

Leave a Comment