Nawanagar Time
ગુજરાત જામનગર

કાતિલ પવનથી જામનગર ઠીંગરાયું: તાપમાનનો પારો ગગડી 9 ડીગ્રી

there-will-still-be-two-days-in-the-state-the-bone-free-cold-11-degrees-in-jamnagar

આર્મી, એરફોર્સનું હેડકવાર્ટર હોવા છતાં જામનગરમાં હવામાન કચેરી જ નહીં ! આગામી સપ્તાહમાં ઠંડીમાં વધારો થવાની શકયતા: હવામાં ભેજનું પ્રમાણ વધતા શહેરમાં ધુમ્મસ છવાઇ

જામનગર:-જામનગરમાં છેલ્લા ત્રણ અઠવાડીયાથી ઠંડીએ મુકામ કર્યો છે, આવનાર સપ્તાહમાં ઉતરાયણ પર્વ નજીક હોય ત્યારે ઠંડીમાં વધારો નોંધાઇ રહયો છે, જેમાં ગઈકાલ રાતથી આજ વહેલી સવાર સુધીમાં કાતિલ ઠંડા પવનો ફૂંકાતા જામનગર શહેર રીતસર ઠીંગરાઈ ગયું છે. ચાલુ વર્ષે મોસમમાં સૌથી વધુ ઠંડીરૂપે આજે તાપમાનનો પારો 9 ડીગ્રી થઈ ગયો હતો. પરિણામે જનજીવન પર ભારે અસરો જોવા મળી રહી હતી.

જામનગરમાં ક્ધટ્રોલ કચેરીના જણાવ્યા અનુસાર છેલ્લા ર4 કલાકના આંકડા મુજબ લઘુતમ તાપમાન 9 ડીગ્રી મહતમ તાપમાન 25 ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા અને પવનની ગતિ 10 થી 12ની પ્રતિ કલાક રહેવા પામી છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાન 11 ડીગ્રી રહ્યું હતું. ફરી આજે તાપમાન 10 ડીગ્રીથી પણ નીચું નોંધાયું છે આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા હવામાન વિભાગે કરી છે. ઠંડીના કારણે જામનગરમાં આવતા લોકોનો ધસારો ઘટયો હતો, જામનગરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોએ શહેર તરફ આવવાનું ટાળ્યું હતું તો ઠંડીના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી હતી, ઠંડી પ્રમાણ વધતા શહેરભરમાં વહેલી સવારે ઝાકળ જોવા મળી હતી, ઝાકળના કારણે ભારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં જામનગરમાં ઠંડીમાં આવતા અઠવાડીયામાં ઠંડી વધશે તેવું જાણકારો જણાવી રહ્યાં છે.

Related posts

પીઆઈ એમ.જે. જલુ એલસીબીમાં

Nawanagar Time

જામનગર જળબંબોળ: ખોડિયાર મંદિર ડૂબ્યું, ભીમવાસમાં પાણી ઘૂસ્યા

Nawanagar Time

ગ્રામ પંચાયતમાંથી મળશે આવકનો દાખલો

Nawanagar Time

Leave a Comment