Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર: ‘વોટ કે લિયે નોટ’ સામે ચૂંટણીપંચ સાબદું

jamnagar-the-election-campaign-against-vote-or-lie-note

લાલચ કે ધાક-ધમકી આપી મત આપવા મજબૂર કરાય તો ટોલ ફ્રી નં.1950 પર સંપર્ક સાધવા તાકીદ

જામનગર:-લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પૈસાની લાલચ કે ધાક-ધમકી આપીને મત આપવા મજબૂર કરતા તત્વો સામે ચૂંટણીપંચ કડક પગલા ભરશે. આવા કેસમાં એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બન્ને  પાત્ર છે. વધુમાં, કોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈપણ વ્યક્તિ, ભારતીય દંડ સંહિતાની કલમ-171-ગ, મુજબ એક વર્ષ સુધીની દંડ કેદ અથવા દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર છે.

લાંચ આપનાર કે લેનાર બન્ને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ  સામે કાર્યવાહી કરવા માટે ફલાઈંગ સ્કોડ ઉભી કરવામાં આવી છે. આથી તમામ નાગરીકોને કોઈપણ પ્રકારની લાંચ નહી લેવા અને કોઈપણ વ્યક્તિ લાંચ લેવાનુ કહે અથવા લાંચ વિશે કોઈપણ જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો તે અંગે ફરિયાદ મેળવવા માટે ઉભા કરવામાં આવેલા જિલ્લાના ફરીયાદ દેખરેખ  એકમના ટોલ ફ્રી   નં-1950  પર જાણ કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. તેમ નોડલ ઓફીસર (એકસપેન્ડિચર) લોકસભા સામાન્ય ચૂંટણી-2019 અને જિલ્લા વિકાસ અધિકારી જામનગરની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

ખંભાળિયા પોલીસ તથા રેવન્યુ દ્વારા માસ્ક વિતરણ: નિયમ પાળવા અપીલ

Nawanagar Time

ઝઘડાનું શૂટીંગ ડિલિટ કરો કહી દંપતિ સહિતના શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો

Nawanagar Time

હાડમારી: સાડા સાત લાખ વાહન સામે માત્ર આઠ પીયુસી સેન્ટર!

Nawanagar Time

Leave a Comment