Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની ટિકિટ કોને? પૂનમબેન, રીવાબા કે આર.સી. ફળદુ

jamnagar-ticket-to-whom-poonamben-rewaba-or-r-c-foldu

લોકસભા ચૂંટણી લડવા માજી  ચંદ્રેશભાઇ પટેલનું નામ પણ સંભવિત ઉમેદવારોની યાદીમાં: જામનગર ગ્રામ્ય બેઠક ગળવા દિગ્ગજો વચ્ચે કાંટે કી ટક્કર થવાના એંધાણ

જામનગર:-આગામી તા.23 એપ્રિલે યોજાનાર લોકસભા ચૂંટણી પૂર્વે જ જામનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે. ગઇકાલે ભારતીય જનતા પક્ષના નિરીક્ષકો દ્વારા જામનગર લોકસભા બેઠક અને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે  લેવામાં આવ્યા બાદ લોકસભા માટે પૂનમબેન, રીવાબા, આર.સી. ફળદુ અને પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના નામ સંભવિત ઉમેદવાર તરીકે ઉપસ્યા છે. તો બીજી તરફ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી અને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે ગઇકાલે ભાજપના નિરીક્ષક મનસુખ માંડવિયા, માજી  રમણભાઇ વોરા અને બીનાબેન આચાર્યએ અટલ ભવન ખાતે બન્ને બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં લોકસભા બેઠક માટે પૂનમબેન માડમ, રીવાભા જાડેજા, આર.સી. ફળદુ અને માજી સાંસદ ચંદ્રેશભાઇ પટેલના નામ સંભવિત ઉમેદવાર તરીકે ઉપસી આવ્યા હતાં.

બીજી તરફ જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગે્રસના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયાએ રાજીનામુ  ખાલી પડેલી આ બેઠક માટે પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના રાઘવજીભાઇ પટેલ વિનુભાઇ ભંડેરી, મનસુખભાઇ ખાણધર, વિપુલ ચંદ્રેશભાઇ પટેલ, દિલીપસિંહ ચુડાસમા અને ડો. પી.બી. વસોયાએ દાવેદારી નોંધાવતાં પ્રદેશ નિરીક્ષકોએ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકવા અહેવાલ તૈયાર કર્યો છે.

ઉલ્લેખનીય  કે લોકસભા અને વિધાનસભા પેટા ચુંટણી લડવા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિગ્ગજ નેતાઓમાં રીતસર હોડ જામી છે જો કે ભારતીય જનતા પક્ષમાં હંમેશા સંગઠનનું માળખુ મજબુત છે અને પાર્ટીના વફાદાર સૈનિકો હંમેશા પાર્ટી લાઇનમાં જ રહેતાં હોવાનો ગુણ હોય હાલ તુર્ત સેન્સ પ્રક્રિયા બાદ પણ દાવેદારોએ ન બોલવામાં  ગુણની જેમ મૌન ધારણ કરી લીધુ છે આ સંજોગોમાં આવનાર દિવસોમાં ભાજપની કેન્દ્રિય નેતાગીરી જામનગરમાં કોના પર પસંદગીનો કળશ ઢોળે છે ? તે જોવા અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જામનગર લોકસભા બેઠકમાં જ્ઞાતિ વાઇઝ મતદારો

જામનગર લોકસભા બેઠકમાં કુલ 16 લાખથી વધુ મતદારો છે જેમાં સૌથી  મતદારો પાટીદારસમાજના છે જયારે બીજા ક્રમે મુસ્લિમ સમાજ અને ત્રીજા ક્રમે આહિર અને ચોથા ક્ષત્રિય મતદારો છે આ ઉપરાંત આ બેઠકમાં ભાનુશાળી, ભોય, ગઢવી, લોહાણા, રજપૂત સહિતની જ્ઞાતિઓના મત પણ નિર્ણાયક છે.

જ્ઞાતિ
  • પાટિદાર
  • મુસ્લિમ
  • આહિર
  • ક્ષત્રિય
  • દલિત
  • સતવારા
  • સિંધી
  • બ્રાહ્મણ
  • વાઘેર
  • ભાનુશાળી

 

મતદારો
  • 2.50 લાખ
  • 1.79 લાખ
  • 1.63 લાખ
  • 1.11 લાખ
  • 1.06 લાખ
  • 67 હજાર
  • 45 હજાર
  • 35 હજાર
  • 22 હજાર
  • 14 હજાર

 

Related posts

જામજોધપુરમાં એક ફૂલ, તીન માલીનો વિચિત્ર મામલો

Nawanagar Time

ખંભાળિયામાં સતવારા જ્ઞાતિનો નવમો સમૂહ લગ્ન સંપન્ન

Nawanagar Time

નકલી બિયારણથી ખેડૂતો દૂર રહે: આર.સી. ફળદુ

Nawanagar Time

Leave a Comment