Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર ટુ બોમ્બે 200 કિલો સોનાની દાણચોરી થયાંનો ધડાકો

jamnagar-to-bombay-200-smuggled-gold-smuggled

પિત્તળના ભંગારની આડમાં થતી હતી સોનાની દાણચોરી: જામનગરના બે શખસો ડીઆરઆઈની એક દિવસની રિમાન્ડ બાદ યરવડા જેલ હવાલે: જામનગરનો એક શખસ હજુ પણ ફરાર

જામનગર:-બ્રાસપાટર્સ ઉદ્યોગના હબ તરીકે જાણીતા જામનગરને બદનામ કરવા સ્મલગર ગૅંગ દ્વારા પિત્તળના ભંગારની આડમાં સોનાની મોટા પાયે દાણચોરી કરવામાં આવતી હોવાનો ડીઆરઆઈએ ભાંડાફોડ કર્યા બાદ જામનગરના ત્રણ શખસોની સંડોવણી ખૂલી છે. જે પૈકી બે શખસોને ડીઆરઆઈએ ગિરફતમાં લઈ એક દિવસના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી માહિતી ઓકાવી છે અને  સુધીમાં 200 કિલોથી વધુ સોનું ભારતમાં ઘૂસાડવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે ત્યારે સોનાની દાણચોરીના આ ચકચારી કિસ્સામાં ડીઆરઆઈએ 9 શખસોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે અને હજુ પણ જામનગરનો એક શખસ વૉન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તા.28 માર્ચના રોજ ડીઆરઆઈએ ચોક્કસ બાતમીના આધારે મુંબઈના  વિસ્તારમાંથી એક્ટિવા અને હોન્ડા સિટી કારમાંથી 75 કિલો સોનાના જથ્થા સાથે ચારે’ક શખસોને ઝડપી લેતાં સોનાની દાણચોરીનું સનસનીખેજ પ્રકરણ બહાર આવ્યું છે જેમાં સોનાની દાણચોરી માટે જામનગર મુખ્ય મથક તરીકે ઉપસી આવ્યું છે. ડીઆરઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ, સોનાની આ દાણચોરીના કિસ્સામાં કેરળનો નિસાર અલિયાર મુખ્ય સૂત્રધાર છે. આ ઉપરાંત  મહેમુદ ઝરોદરવાલા, અબ્દુલ આહદ ઝરોદરવાલા, શેખ અબ્દુલ આહદ, હેપ્પી અરવિંદકુમાર ધાકડ, અકિલ ફ્રુટવાલા અને મનોજ ગિરધારીલાલ જૈન આ સોનાના સ્મગલિંગમાં ગિરફતમાં લેવાયા છે.

ડીઆરઆઈના હાથે પકડાયેલી આ ગૅંગે ચોંકાવનારી કબૂલાત આપતાં જણાવ્યું હતું કે, દુબઈથી ક્ધટેઈનર મારફતે પિત્તળના ભંગારની આડમાં સોનાનો જથ્થો સળિયા, વાયર અને ડીસ્કરૂપે જામનગર પહોંચતો હતો  જામનગર આ જથ્થો પહોંચ્યા બાદ સોનાને મોટર માર્ગે મુંબઈ પહોંચાડવામાં આવતો હતો, જ્યાં નિસાર અલિયાર અને ઝરોદરવાલા ગ્રુપના માણસો દ્વારા આ સોનાનો જથ્થો ખૂલ્લા બજારમાં વેંચવામાં આવતો હતો.

દરમિયાન ડીઆરઆઈના હાથે ઝડપાયેલા આ શખસોએ ચોંકાવનારી કબૂલાત આપતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પિત્તળના ભંગારની આડમાં ર00 કિલો જેટલું સોનું  ઘૂસાડવામાં આવ્યું છે અને સોનાના મોટા ભાગનો જથ્થો મુંબઈ (સેન્ટ્રલ)ના નવજીવન સોસાયટીમાં રહેતાં મનોજ ગિરધારીલાલ જૈન (ઉ.વ.3ર) મારફતે વેંચવામાં આવતો હતો. અત્યાર સુધીમાં દુબઈથી હવાલા મારફતે 1ર કરોડ રૂપિયા આવ્યા હોવાનું પણ આરોપીઓએ કબૂલ્યું હતું.

બીજી તરફ ડીઆરઆઈએ સોનાની આ દાણચોરી પ્રકરણમાં ઝડપાયેલા હેપ્પી ધાકડ નામના શખસના કબજામાંથી રૂા.73  વધુની રોકડ રકમ કબજે કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. આ અગાઉ હેપ્પી ધાકડે 30 કિલો સોનું વેંચી માર્યું હતું અને ત્યારબાદ 111 કિલો સોનું મંગાવ્યું હોવાનું ડીઆરઆઈ સમક્ષ કબૂલ્યું હોવાનું ટોંચના સૂત્રો જણાવી રહ્યાં છે.

સોનાની દાણચોરીના આ ચકચારી પ્રકરણમાં ડીઆરઆઈના હાથે ઝડપાયેલા તમામ શખસોને મુંબઈના ચીફ  જજ સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. જો કે, નામદાર કોર્ટે ઉપરોકત મુંબઈના સાત શખસોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, સોનાની દાણચોરીના આ ચકચારી પ્રકરણમાં પિત્તળની આડમાં સોનું મંગાવનાર જામનગરના કલ્પેશ અશોકભાઈ નાંઢા અને ચેતન પરસોત્તમભાઈ સોજીત્રા નામના બે શખસોને ઉપાડી લઈ અદાલત  રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મળ્યા હતાં અને રિમાન્ડ પૂર્ણ થતાં બન્ને શખસોને યરવડા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

જો કે, લાંબા સમયથી પિત્તળના ભંગારની આડમાં સોનાની દાણચોરી કરવાના રૅકેટેમાં દાણચોરો સફળ થયાં છે. કારણ કે, ઈઓયુ એટલે કે, એકસપોર્ટ ઓરિયેન્ટેડ યુનિટ માટે આવતાં ફોરેન ક્ધટેઈનરો કસ્ટમ્સ સ્કેનિંગમાં ચેક  કરાતા હોય, આ જોગવાઈનો ગેરલાભ લઈ અત્યાર સુધીમાં ર00 કિલો સોનું ઘૂસાડી દેવામાં આવ્યું છે. હાલમાં જામનગરનો વિમલ કથીરિયા નામના શખસને ડીઆરઆઈ શોધી રહી છે અને વિમલ કથીરિયા હાથમાં આવ્યા બાદ હજુ પણ આ પ્રકરણમાં નવા કડાકા-ભડાકા થાય તેવા સંકેતો સાંપડી રહ્યાં છે.

હાલમાં ડીઆરઆઈએ તમામ આરોપીઓ વિરૂદ્ધ કસ્ટમ્સ  196ર ની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ જારી રાખી હોવાનું સૂત્રોએ અંતમાં ઉમેર્યું હતું.

જામનગરના બે સહિત નવ શખસો ડીઆરઆઈની ગિરફતમાં

પિત્તળના ભંગારની આડમાં સોનાની દાણચોરી કરવાના પ્રકરણમાં ડીઆરઆઈએ જામનગરના કલ્પેશ અશોક નાંઢા, ચેતન પરસોત્તમ સોજીત્રા, કેરળના નિસાર અલિયાર, મુંબઈના સોયેબ મહેમુદ ઝરોદરવાલા, અબ્દુલ આહદ ઝરોદરવાલા, શેખ  આહદ, હેપ્પી અરવિંદકુમાર ધાકડ, અકિલ ફ્રુટવાલા અને મનોજ ગિરધારીલાલ જૈનની ધરપકડ કરી છે. જ્યારે, જામનગરના વિમલ કથીરિયા હજુ ફરાર છે.

દુબઈથી સળિયા, વાયર અને ડિસ્કના ભંગારના રૂપમાં આવતું હતું સોનું

દુબઈથી હવાઈ માર્ગે કિલો-બે કિલો સોનું ઘૂસાડવાના પ્રયાસો નિયમિત્ત બન્યા છે અને અમદાવાદ સહિતના ઍરપોર્ટ પર તંત્રના ચેકિંગ દરમિયાન  અનેક કિસ્સાઓ પકડાઈ રહ્યાં છે ત્યારે દાણચોર ગૅંગ દ્વારા ઈઓયુ ક્ધટેઈનર મારફતે પિત્તળના ભંગારની આડમાં સોનાની દાણચોરી કરવાનો નવો નુસ્ખો અપનાવ્યો હોવાનું મુંબઈ અને જામનગરથી પકડાયેલા સોનાની દાણચોરીના રૅકેટમાં બહાર આવ્યું છે ત્યારે દાણચોરો સળિયા-વાયર અને ડીસ્કના રૂપમાં સોનાની દાણચોરી કરતાં હોવાનું ખૂલ્યું છે.

હવાલા મારફતે દુબઈથી બાર કરોડ આવ્યાનો ઘટસ્ફોટ

મુંબઈ અને જામનગરથી ઝડપાયેલા સોનાની દાણચોરીના આ રૅકેટમાં  તપાસ દરમિયાન દાણચોરોને દુબઈથી હવાલા મારફતે 1ર કરોડ મળ્યાં હોવાનું અને હેપ્પી ધાકડ પાસેથી 73 લાખથી વધુની રોકડ મળી આવી હોવાનું બહાર આવ્યું છે.

રિમાન્ડમાં દાણચોરો પોપટ બની ગયા

જામનગર આવતાં પિત્તળના ભંગારની આડમાં ભંગારરૂપે સોનું મોકલી બાદમાં ભારતના ખૂલ્લા બજારમાં બેધડક સોનું પહોંચાડવાના આ રૅકેટમાં ડીઆરઆઈની ત્રણ દિવસની  દરમિયાન મુંબઈના 6 અને કેરળનો એક શખસ પોપટ બન્યા છે અને જામનગરના બે શખસોની પણ આગવી ઢબે પૂછપરછ થતાં સોનાની દાણચોરીનું સમગ્ર કૌભાંડ ખૂલવા પામ્યું છે.

નિસાર અલિયાર મુખ્ય સૂત્રધાર

પિત્તળના ભંગારની આડમાં સોનાની દાણચોરી કરવાના ચકચારી પ્રકરણમાં ડીઆરઆઈએ અત્યાર સુધીમાં 9 શખસોને ગિરફતમાં લીધાં છે જેમાં નિસાર અલિયાર અને ઝરદોરવાલા બંધુઓ મુખ્ય ભૂમિકામાં હોવાનું અને મનોજ ઉર્ફે રાજુ  આ સોનાનો ખરીદદાર હોવાનું ખૂલ્યું છે.

Related posts

દવા-ખાતરની ખરીદી કરવા જતાં ખેડૂતોને ન અટકાવો

Nawanagar Time

જામનગરમાં સગા કાકાઓએ ભત્રીજાનું ઢીમ ઢાળી દીધું

Nawanagar Time

જિલ્લા પંચાયતમાં કર્મચારીની તાત્કાલિક ભરતી કરોઃ પ્રમુખ

Nawanagar Time

Leave a Comment