Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી. ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ કાર્યક્રમ

jamnagar-west-gujarat-power-company-ltd

ગુજરાત મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓએ પણ મતદાન કરવાના શપથ લીધાં

જામનગર:-આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – 2019 અન્વયે 12- જામનગર સંસદીય બેઠક માટે તા.23 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. આ રાષ્ટ્રીય મહાપર્વમાં પોતાના મત થકી અમુલ્ય  આપી લોકશાહી મજબુત થાય તે હેતુથી જામનગર પશ્ચિમ ગુજરાત વિજ કંપની લી. ખાતે હું અવશ્ય મતદાન કરીશ  તે અંગેના શપથ લેવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પશ્ચિમ ગુજરાત વિજ કંપની લી.ના અધિકારી/ કર્મચારીઓએ પરસ્પર એકબીજાને મતદાર હોવાનો ગર્વ છે ના બેલ્ટ બાંધ્યાં હતા.  આ મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમમાં  નોડલ ઓફીસર(સ્વીપ) અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવા, પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર (શહેર) અજય મેહતા, સ્વીપના સભ્યો ડી.વી.નિમાવત, આર.જી.વિઠલાણી, કે.એમ.કણસાગરા, એમ.આર.દલવાડી અને પશ્ચિમ ગુજરાત વિજ કંપની લી. જામનગરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

jamnagar-west-gujarat-power-company-ltd
jamnagar-west-gujarat-power-company-ltd

ગુજરાત મેરી ટાઈમ બોર્ડ

ગુજરાત મેરીટાઈમ બોર્ડ ખાતે ‘હું અવશ્ય મતદાન કરીશ’ અંગેના શપથ લેવાના કાર્યક્રમનુ આયોજન  હતું. જેમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારી/કર્મચારીઓએ પરસ્પર એકબીજાને મતદાર હોવાનો ગર્વ છે ના બેલ્ટ બાંધ્યાં હતા.  આ કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના મદદનીશ બંદર અધિકારી એમ.જે.ઓઝાત, હિસાબી અધિકારીશ્રી એસ.એ.ગાવીત, સ્વીપના સભ્યો ડી.વી.નિમાવત, આર.જી.વિઠલાણી, કે.એમ.કણસાગરા, એમ.આર.દલવાડી, અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના સર્વે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

જામનગરમાં નવા 10 પૉઝિટીવ

Nawanagar Time

નવું શૈક્ષણિક સત્ર એપ્રિલથી, સત્તાવાર પરિપત્ર

Nawanagar Time

કમિશનરે સૂચવેલો વેરાવધારો ફગાવતી સ્ટેન્ડિંગ

Nawanagar Time

Leave a Comment