Nawanagar Time
જામનગર

જામનગરમાં બેડેશ્વર માર્ગે ઓવરબ્રિજ પાસે પાંચ માળનું નવું રેન બસેરા બનશે..

rain basera in jamnagar
જામનગરના બેડેશ્વર માર્ગે ઓવરબ્રિજ નજીક જુના રેન બસેરાને તોડી પાડી તેના સ્થાને નવું રેન બસેરા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જામનગરના હાપા વિસ્તારમાં ભોય તળિયા ઉપરાંત ત્રણ માળના રેન બસેરાનું બાંધકામ પૂર્ણ થયું છે, પરંતુ હજુ તેમાં ફર્નિચર, ગાદલા-ગોદડા, પલંગ વગેરે સુવિધા ઉપલબ્ધ કરવા કાર્યવાહી ચાલી રહી છે. ટૂંક સમયમાં જ તમામ કામગીરી પૂર્ણ થતા આ રેન બસેરાનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

અહિં શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ ઉપર રાતવાસો કરતા ઘરવિહોણા આશરે ર૪૦ થી વધુ લોકો અહિં આશરો લઈ શકશે.

કોર્પોરેટર દેવશી આહિર, આનંદ રાઠોડ ઉપરાંત આગેવાન સાજીદ બ્લોચએ આ રેન બસેરાની મુલાકાત લીધી હતી અને શિયાળાની કડકડતી ઠંડી શરૃ થાય તે પહેલા જ તે લોક ઉપયોગી બને તેવી કામગીરી કરવા માંગ કરી હતી.

બીજી તરફ જામનગરમાં બેડેશ્વર માર્ગે ઓવરબ્રિજ નજીક જુના રેન બસેરામાં ૧૦૦ લોકોનો સમાવેશ થઈ શકે તેટલી વ્યવસ્થા છે. આ જુનું રેન બસેરા તોડી પાડવામાં આવશે અને તેના સ્થાને પાંચ માળતું નવું રેન બસેરા બનાવવામાં આવનાર છે. તેમ જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર શૈલેષ જોષીએ જણાવ્યું હતું. જ્યાં અંદાજે પ૦૦ થી વધુ ઘરવિહોણા લોકોનો સમાવેશ થઈ શકશે.

Related posts

જામનગરમાં કોરોના વિસ્ફોટ: નવા છ કેસ

Nawanagar Time

જામનગરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ

Nawanagar Time

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મણવર સામે પોલીસમાં ફરિયાદથી ખળભળાટ

Nawanagar Time

Leave a Comment