Nawanagar Time
જામનગર

જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ ૭ર૦ મકાનોનું થશે નિર્માણ..

Jamnagar will construct more than 72 houses under the Prime Minister's Awas Yojana
પ્રધાનમંત્રી આવાસ યોજના અતર્ગત એ.એચ.પી. ઘટક હેઠળ ડી.પી.આઈ. બનાવી દ્વારકામાં મોકલવા અંગેની કમિશનરની દરખાસ્ત અંગે બેડી માર્ગે રેલવે ઓવર બ્રીજ પાસે ર૪૦ આવાસો, ઢીંચડા માર્ગે, એસ્સાર સ્કૂલની બાજુમાં ૩પર આવાસો બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે બપોરે ચેરમેન સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં મેયર હસમુખ જેઠવા, મ્યુનિ. કમિશનર આર.બી. બારડ ઉપરાંત સાત સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રધાનમંત્રી આવાસ યોજના એ.એચ.પી. ધટક હેઠળ ઘાંચી કબ્રસ્તાન પાસે ઈ.ડબલ્યુએસ.-૧ પ્રકારના  ૧ર૮ આવાસ બનાવવાના કામની દરખાસ્ત પણ મંજુુર કરવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મીશન, સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૯ તથા સ્ટાર રેટીંગ પ્રોટોકોલ ફોર ગાર્બેજ ફ્રી સિટી અન્વયે શહેરમાં સુકા કચરાના પ્રોસેસીંગ માટે મટીરિયલ રિકવરી સેન્ટર સ્થાપિત કરવા અને જરૃરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી અંગેની કમિશનરની દરખાસ્ત અન્વયે રૃપિયા રપ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં પાર્ટીએ અને કામગીરી કરવાની રહેશે તેવું પણ નક્કી કરાયું હતું.

ડીઝાઈન, એન્જિનિયરીંગ, સપ્લાય, ઈરેક્શન, ટેસ્ટીંગ એન્ડ કમિશનીંગ ઓફ સબ મર્જડ, સેન્ટ્રીફ્યુગલ પમ્પ એ.ટી.એસ. પેનલ (ખીજડિયા) અને પ૪પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ અંગેના કામની દરખાસ્ત અન્વયે રૃપિયા ૪૦.પ૭ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.

Related posts

જામનગરમાં સ્તનપાન વખતે શ્ર્વાસ રૂંધાઈ જતાં બાળકીનું મોત

Nawanagar Time

જામનગરમાં ડેંગ્યુના વધુ 95 કેસ

Nawanagar Time

જામનગરમાં કોરોનાના 30 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

Nawanagar Time

Leave a Comment