Nawanagar Time
ગુજરાત જામનગર

ઉનાળો ચાલુ અને તકલીફ પણ, પરંતું જામનગરને પીવાનું પૂરતું પાણી મળશે: સૌરભ પટેલ

jamnagar-will-get-enough-drinking-water-saurabh-patel

જામનગર શહેર-જિલ્લાની પીવાના પાણી અંગે સ્પષ્ટતા કરતા સૌરભ પટેલ: સૌની યોજના અંતર્ગત રણજીત સાગરમાં પાણી ઠલવાશ

જામનગર:-આ વર્ષે જામનગર શહેર તેમજ જીલ્લામાં ઓછો વરસાદ પડવાને કારણે શહેર-જિલ્લામાં પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયો ખાલી થયા છે. જ્યારે ખાલી પડેલા જળાશયોમાં જામનગરના રણજીતસાગર ડેમમાં સૌની યોજના હેઠળ પટેલે સ્પષ્ટતા કરી હતી.

જામનગરના પ્રભારી સૌરભ પટેલે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં જામનગર શહેર-જિલ્લામાં ઓછો વરસાદ પડવાને લઇને સરકાર દ્વારા પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે પુરતું આયોજન કરવામાં આવ્યું છે. સૌની યોજના હેઠળ મચ્છુ-2 ડેમમાંથી બાયપાસ કરી અંદાજે 2000 કયુસેક પાણી રણજીત સાગર ડેમમાં ઠાલવવામાં આવનાર છે જેથી કરીને શહેર તેમજ જિલ્લાને પીવાના પાણીની તંગી નહીં સર્જાય.

આગામી 4 માર્ચના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવનાર છે ત્યારે ઉર્જામંત્રી સૌરભ પટેલ તેમજ કૃષિ મંત્રી આર.સી. ફળદુ સહિતના આગેવાનોએ વહિવટીતંત્રને સાથે રાખી પ્રધાનમંત્રી જે સ્થળોની મુલાકાત લેનાર છે તે સ્થળોની સમીક્ષા કરી હતી.

Related posts

જામનગર સહિત રાજ્યભરમાં દરરોજ સવા કરોડનો માસ્ક દંડ

Nawanagar Time

સિંગલ ગર્લ ચાઈલ્ડ સર્ટીફિકેટ મામલે જેએમસીમાં એનએસયુઆઈની રામધૂન

Nawanagar Time

પેઢીના મેતાજીએ પોલીસ પુત્રની મદદથી લૂંટને આપ્યો અંજામ

Nawanagar Time

Leave a Comment