Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં મહિલાનું પ્રસૂતિ દરમ્યાન મોત: વિવાદ

પરિવારજનોએ તબીબોની બેદરકારીનો કર્યો આક્ષેપો કરી મૃતદેહ ન સ્વિકારતા જી.જી. હૉસ્પિટલમાં દોડાદોડી: નવજાત બાળકની હાલત પણ ગંભીર

જામનગર:-જામનગરની જી.જી. હોસ્પિટલ કે, જે નિષ્ણાત ડોક્ટર માટે જાણીતી છે. ત્યારે આ હોસ્પિટલમાં ડોકટોરોની બેદરકારીથી સગર્ભા મહિલાનું મોત થયાના આક્ષેપો થતાં શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ભારતિબેન નામની મહિલા પ્રસૂતિ માટે દાખલ થઈ હતી. પ્રસૂતિ બાદ તબીબોની બેદરકારીને લીધે મહિલાનું મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કરતાં ચકચાર ફેલાઇ છે.

મૃતકનો ફોટો
મૃતકનો ફોટો

મળતી માહિતી પ્રમાણે ગઇકાલે રાત્રિના શહેરની સરકારી જી. જી. હોસ્પીટલમાં ભારતિબેન ચંદનાની નામની મહિલા પ્રસૂતિ માટે ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાને આજે વહેલી સવારે પ્રસૂતિ બાદ બાળકનો જન્મ થયો હતો. ત્યારબાદ માતાનું મૃત્યુ થયું હતું. પરિવારજનોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, તબીબોની બેદરકારીને લીધે મહિલાનું મોત થયું છે. જ્યારે અગાઉ આ મહિલાની સારવારઅર્થે જી. જી. હોસ્પિટલમાં જ લાવેલ ત્યારે ફરજ પરના તબીબોએ મહિલાની પ્રસૂતિ અંગે જરૂર જણાશે તો સીજેરિયન કરવું પડશે. આ બાબતે પરિવારજનોએ આજે વહેલી સવારે 5 વાગ્યા આસપાસ બાળકનો જન્મ થતાં તે પહેલા માતાની હાલત ગંભીર જણાતા ફરજ પરના તબીબોને સીજેરિયન કરવાનું જણાવ્યુ હતું. છતાં પણ આ મહિલાની પ્રસૂતિ સામાન્ય રીતે કરતાં મહિલાનું મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

ભારતીબેનના પરિવારજનોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પ્રસૂતિ પહેલા અમોએ તબીબોને સીજેરિયન કરવાનું કહ્યું હતું પરંતુ તબીબોએ અમારું કાઇ સાંભળ્યુ ન હતું. ભારતીબેનનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે બાળકની સ્થિતિ પણ હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં પરિવારજનોએ કહ્યું હતું કે, વહેલી સવારના 5 વાગ્યાથી પ્રસૂતિ વિભાગના વડા તબીબ આવે છે તેવું ફરજ પરના તબીબોએ જણાવ્યુ હતું, પરંતુ સવારના 8 વાગ્યા સુધી કોઈ વડા તબીબ આવ્યા ન હતા.

નોંધનીય છે કે, જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રભરમાં જાણીતી છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન આ હોસ્પીટલ નિષ્ણાંત તબીબોથી સજ્જ છે. તેવામાં તબીબોની બેદરકારીથી મહિલાનું મોત થયાના આક્ષેપો લાગતાં શહેરભરમાં ચકચાર જાગી છે.

Related posts

જામનગરમાં ગણેશવાસ વિસ્તારમાંથી ગાંજાનું નેટવર્ક પકડાયું: 400 ગ્રામ ગાંજા સાથે એકની અટકાયત

Nawanagar Time

જામનગરમાં સ્વાઇન ફલુનો કહેર : વધુ બે શંકાસ્પદ કેસ

Nawanagar Time

નાણાકીય વર્ષના અંતિમ દિવસે જિલ્લા તિજોરી કચેરીમાં રૂા.315 કરોડના ચૂકવણા

Nawanagar Time

Leave a Comment