Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં મહિલા પી.એસ.આઈ.ના પતિએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

jamnagar-woman-pci-husband-committed-suicide-by-eating-throats

નાના ભાઈના લગ્નના દિવસે જ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો

જામનગર:-જામનગરમાં શરૂ સેક્સન રોડ પર રહેતા ડ્રાઈવિંગ કામ કરતા એક યુવાને ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર સહીત શહેરભરમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. એક તરફ નાના ભાઈના લગ્ન હતા અને બીજી તરફ ભાઈએ લગ્નના દિવસે જ આ પગલું ભરી લેતા પરિવારમાં આનંદનો આ પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો. મૃતકના પત્ની ખંભાલીયા ખાતે પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરના ક્ષત્રીય પરિવારમાં બનેલ કરુણ બનાવની વિગત મુજબ, શહેરના શરુ સેક્સન રોડ પર રહેતા નિર્મળસિંહ વિક્રમસિંહ જાડેજા ઉવ 42 નામના યુવાને ગઈ કાલે દિવસના પોતાના ઘરે પંખા સાથે ગળાફાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવની કરુણતા એ છે કે જે દિવસે નાનાભાઈની લગ્નની વિધિ હતી તે જ દિવસે નિર્મળસિંહે આ પગલું ભરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યું છે. મૃતક ડ્રાઈવિંગ કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે જયારે તેમના પત્ની કલ્પનાબા ચોહાણ ખંભાલીયા ખાતે  પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ આ બનાવ અંગે એડી દાખલ કરી છે જોકે ક્યાં કારણોસર યુવાને આ પગલું ભરી લીધું છે તે જાહેર થયું નથી. આ બનાવના પગલે ઘરે આવેલ લગ્ન પ્રસગમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Related posts

હાપા યાર્ડ ફરી ધમધમ્યું: પાંચ હજાર મણ ઘઉંની આવક

Nawanagar Time

વાતો કાગળ પર જ હોય છે ? જામનગર-અમદાવાદ વિમાન સેવા સપ્તાહમાં જ બંધ

Nawanagar Time

જિલ્લા બેંકમાં ઉમેદવારી નોંધાવતાં રાઘવજી પટેલ

Nawanagar Time

Leave a Comment