Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં બોબડી કાર્ડની જગ્યાએ એપ મારફતે રમાતો ક્રિકેટનો સટ્ટો

jamnagars-betting-cricket-betting-app-instead-of-bobby-card

ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સટ્ટો રમવા તરફ વળતા પન્ટરો: જામનગરમાં દર વર્ષે આઇપીએલ ક્રિકેટ મેચ પર રમાય છે કરોડો રૂપિયાનો સટ્ટો

જામનગર:-ભારતમાં દર વર્ષે રમાતી આઇપીએલ ક્રિકેટ મેચની શરૂઆત આ વર્ષે પણ થઇ ગઈ છે ત્યારે આઇપીએલના ક્રિકેટ મેચની સાથે સટ્ટા બજાર પણ ગરમાયું  તો બીજું બાજુ સટ્ટોડીયા પણ સક્રિય થઇ ગયા છે. જામનગરમાં પણ દર વર્ષે આઇપીએલ ક્રિકેટની મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે ત્યારે હવે પન્ટરો ઓનલાઈન એપ્લીકેશન દ્વારા રમતા સટ્ટા તરફ વળ્યા છે. તાજેતરમા જ ઓનલાઈન એપ્લીકેશન દ્વારા આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી  હતો. ભારતમાં આઇપીએલ ક્રિકેટ લીગની શરૂઆત નવા ઉભરતાં ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે કરવામાં આવી હતી પરંતુ આઇપીએલ ક્રિકેટ મેચ હવે બૂકીઓ અને પન્ટરો માટે જુગાર બની ગઈ છે. ભારતમાં આઇપીએલ ક્રિકેટની મેચ ઉપર દર વર્ષે અબજો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે ત્યારે જામનગરમાં પણ કરોડો રૂપિયાનો સટ્ટો રમાય  આઇપીએલ ક્રિકેટ લીગની શરૂઆત થતા જ જામનગરમાં સટ્ટોડિયાઓ સક્રિય થઇ ગયા છે. અત્યાર સુધી બોબડી કાર્ડ થઇ સટ્ટો રમાડવામા આવતો હતો પરંતુ હવે તેની જગ્યા ઓનલાઈન એપ્લીકેશનએ લીધી છે. હવે સ્થાનીક બુકીઓ પણ ઓનલાઈન એપ્લીકેશન દ્વારા આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યા છે. ઓનલાઈન એપ્લીકેશન દ્વારા રમાડતા સટ્ટામાં  દ્વારા ઓનલાઈન આઈડી અને પાસવર્ડ આપવામાં આવતો હોય છે. આ આઈડી પાસવર્ડ માટે પન્ટરોએ મીનીમમ 10 હજારથી લઈને એક લાખ સુધીની રકમ બૂકીને જમા કરાવવી પડે છે. ત્યારબાદ પન્ટરો મેચ પર સટ્ટો રમી શકે છે. ઓનલાઈન એપ્લીકેશન દ્વારા રમતો સટ્ટો હાલ ખુબ રમાઈ રહ્યો છે. તેનું એક કારણ એ  છે કે ઓનલાઈન એપ્લીકેશન દ્વારા પન્ટરો ક્યાંય પણ બેસીને સટ્ટો રમી શકે છે. મોબાઇલમાં ઓનલાઈન એપ્લીકેશન દ્વારા સટ્ટો રમાતો હોય કોઈને ખબર પણ પડી શક્તિ નથી. આ ઉપરાંત ઓનલાઈન એપ્લીકેશન સટ્ટોડિયાના પોતાના મોબાઇલમાં જ હોય ગમે ત્યારે હાર જીત કરી શકે છે.   જામનગરમાં પણ હાલ સ્થાનીક બુકીઓ દ્વારા પોતાની  એપ્લીકેશન દ્વારા સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. તેમાં પણ આઇપીએલ આવતા અનેક યુવાનો ક્રિકેટ મેચના સટ્ટા તરફ વળતા હોય છે. તેમાં પણ ઓનલાઈન એપ્લીકેશન આવતા યુવાવર્ગ ગેરમાર્ગે દોરાયું છે. પૈસા કમાવાની લાલચે યુવાનો સટ્ટો રમી રહ્યા છે.

આઇપીએલનો સટ્ટો રમતા ઝડપાયો

જામનગર: રણજીતસાગર રોડ પર ગ્રીન સીટી વિસ્તારમાં એક  મોબાઇલ ફોન પર આઇપીએલ ક્રિકેટ મેચ પર રનફેર,સેશન અને હારજીતનો સટ્ટો રમી રહયો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા ફોન પર આઇડી મારફતે સટ્ટો રમતા ખીમાભાઇ પબાભાઇ ચાવડાને પકડી પાડી રૂ.11,500ની રોકડ રકમ બે મોબાઇલ ફોન સહીત રૂ.15,500ની માલમતા કબજે કરી હતી.જયારે તેની સાથે ભાર્ગવભાઇ નામનો  ધારક શખ્સ સટ્ટો રમતો હોવાનુ ઉપરાંત તેણે જ આ આઇડી પણ પુરી પાડયાનુ ખુલતા પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Related posts

પપૈયામાંથી નાગ આકારના અવશેષો નીકળતા કુતૂહલ

Nawanagar Time

હાથરસ દૂષ્કર્મ ઘટનાના વિરોધમાં સત્તાધિશોના પૂતળાનું દહન

Nawanagar Time

મિલકત વેરો વસુલવા વધુ 33 મિલકતો સીલ

Nawanagar Time

Leave a Comment