Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના દેવાયત ચાવડા શિવસેનાના એક પણ હોદ્દા ઉપર નથી: જીમ્મી અડવાણી

jamnagars-devayat-chawda-is-not-in-one-position-of-shiv-sena-jimmy-advani

જામનગર:-જામનગરના દેવાયતભાઇ જીવાભાઇ ચાવડા નામના વ્યકિત દ્વારા પોતે શિવસેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ હોવાનો દાવો કરી સરકારી એજન્સી અને ઓથોરીટીમાં ખોટી ઓળખ આપતાં હોય આ મામલે સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ અને શિવસેના પ્રમુખ ગુજરાત રાજય સમિતીના સદસ્ય જીમ્મી અડવાણીએ જામનગર જિલ્લા કલેકટર, આઇ જી. પી. રાજકોટ, એસ.પી. જામનગર અને સિટી  ડીવીઝન પી.આઇ.ને લેખીત પત્ર પાઠવી દેવાયતભાઇ ચાવડા શિવસેનાના કોઇપણ હોદ્દા ધરાવતા ન હોવાની સ્પષ્ટતા કરી શિવસેનાનો ગેરકાયદેસર હોદ્દો ધારણ કરી ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં રહેતાં અને શિવસેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ હોવાની ઓળખ આપી જુદી-જુદી ઓથોરીટી, સરકારી એજન્સી, પ્રિન્ટ મીડિયા, ઇલેકટ્રોનીક મીડિયા, અને સોશીયલ મીડિયામાં  રીતે નિવેદનો આપી રહયા હોય આ ગંભીર મામલે શિવસેના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ અને શિવસેના ગુજરાત રાજય સમિતીના સદસ્ય જીમ્મી અડવાણીએ જિલ્લા કલેકટર જામનગર, રેન્જ આઇ.જી. રાજકોટ, જિલ્લા પોલીસવડા જામનગર અને સિટી બી ડીવીઝન પી.આઇ.ને લેખીત પત્ર પાઠવી દેવાયતભાઇ જીવાભાઇ ચાવડા રહે. દેવકૃપા, માતૃ આશિષ સોસાયટી, શેરી નં. 2, ટી.બી.  પાછળ, જામનગરવાળા શિવસેના પક્ષના કોઇપણ હોદ્દા ધરાવતા ન હોવાનું અને હાલમાં કોઇપણ પદ પર ન હોવાનું જણાવી આ વ્યકિત શિવસેના સૌરાષ્ટ્ર પ્રમુખ તરીકે ખોટી ઓળખ આપી ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે આ વ્યકિત દ્વારા ગેરકાયદેસર હોદ્દા ધારણ કરી લેટરપેડ, વિઝીટીંગ કાર્ડ, રબ્બર સ્ટેમ્પ  સામગ્રી વડે શિવસેના પક્ષના સાહિત્યને લોગોનો દુરઉપયોગ કરી રહયા હોય આ બાબતની ગંભીર નોંધ લેવા સત્તાવાર રીતે તમામ સરકારી એજન્સીઓને જાણ કરવાની સાથે સાથે પ્રીન્ટ મીડિયા, ઇલેકટ્રોનીક મીડિયાને પણ જાણ કરવામાં આવી છે.

Related posts

જિલ્લા પંચાયતનો કર્મચારી એક વર્ષથી મફતનો પગાર ખાય છે

Nawanagar Time

રાજ્યના પોલીસ સ્ટેશનોમાં કેટલા સીસી ટીવી : વિક્રમભાઇ માડમ

Nawanagar Time

એસીમાં શોર્ટ સર્કિટ થતાં સ્વસ્તિક સોસાયટીમાં રહેણાંકમાં આગ

Nawanagar Time

Leave a Comment