Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના વણિક વૃદ્ધની રાજકોટમાં કરપીણ હત્યા

jamnagars-elderly-elderly-murdered-in-rajkot

રાજકોટની પાયલ બુટાણી આણી મંડળીએ અશ્લીલ વિડીયો ઉતારી પરાણે પૈસા પડાવવા ઢોર માર મારતાં વૃદ્ધનું મોત: ત્રણ ઝડપાયા

જામનગર:-જામનગરમાં આણદાબાવા ચકલા વિસ્તારમાં કચેરી ફળીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા એક મહાજન વૃદ્ધને રાજકોટની એક ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી, સખ્ત માર મારી તડપાવી તડપાવી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટની વિવાદાસ્પદ પાયલ બુટાણી આણી મંડળીનું આ કારસ્તાન હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ હત્યા મામલે ત્રણ આરોપીઓને ઝડપી લીધાં હોવાનું બહાર આવ્યું છે.

સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ચકચારી જગાવનાર હત્યા અને હની ટ્રેપના બનાવની વિગત મુજબ, જામનગરમાં આંણદાબાવા ચકલા પાસે રહેતા કિરીટભાઈ ચંદુભાઈ મહેતા નામના મહાજન વૃદ્ધ નિવૃત જીવન જીવતાં હતાં. કચેરી ફળીમાં સંતોષ નામના મકાનમાં રહેતા કિરીટભાઈને રાજકોટની સુંદર યુવતીઓએ મોહ જાળમાં ફસાવી રાજકોટ બોલાવ્યા હતા. રાજકોટની ટોળકીએ આ પ્રૌઢની અગાઉથી જ તમામ હકીકતો મેળવી લીધી હતી. મહાજન પ્રૌઢનો પરિવાર સુખી સંપન હોવાની જાણ થતા જ રાજકોટની ટોળકી સક્રિય થઇ હતી. ધીરે ધીરે આ તોળકીએ પ્રથમ ફોનથી ત્યારબાદ રૂબરૂ બોલાવી એક યુવતીની માયા જાળમાં ફસાવ્યા હતા અને આ ટોળકીએ વૃદ્ધને રાજકોટ બોલાવી એક યુવતી સાથેની એકાંતની પળો કેમેરામાં કેદ કરી લીધી હતી. ત્યારબાદ આ વૃદ્ધ પાસેથી લાખો રૂપિયા માંગી, નહિતર બદનામ કરી દેવાની ઘમકી આપી હતી.

jamnagars-elderly-elderly-murdered-in-rajkot
jamnagars-elderly-elderly-murdered-in-rajkot

જાતિજીંદગીમાં એકાએક આવી પડેલી અણધારી મુશીબતને લઈને કિરીટભાઈ રાજકોટ દોડી ગયા હતા. જ્યાં ટોળકીએ તેઓને ચોક્કસ સ્થળે બોલાવી પોતાનો અશ્લીલ વિડીઓ બતાવી ફરી અને આખરી વખત રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ મહાજન વૃદ્ધ ટસના મસ નહિ થતા આખરે ટોળકીએ વૃદ્ધને ફટકારવાની શરૂઆત કરી હતી. હની ટ્રેપમાં ફસાઈ ગયેલા વૃદ્ધ રૂપિયા આપવા બાબતે કોઈ પ્રત્યુતર નહિ આપતા અંતે આરોપીઓએ બેફામ માર માર્યો હતો જેમાં ગઈકાલે આ વૃદ્ધ મૃત્યુ પામતા ટોળકી ગભરાઈ ગઈ હતી.

ત્યારબાદ આ બનાવને દબાવી દેવા અને મૃતદેહનો નિકાલ કરવા તમામ શખ્સોએ પ્રયાસ કર્યો હતો. જો કે રાજકોટ પોલીસને કયાંકથી ભનક આવી જતાં આરોપીઓનો ખેલ ઉંધો પડી ગયો હતો. આરોપીઓ ખાડો ખોદી મૃતકને જમીનમાં જ દાટે તે પૂર્વે પહોચી જઈ મૃતદેહ કબજે કર્યો છે. પોલીસે હાલ ટોળકીની સૂત્રધાર પાયલ બુટાણી સહિત ત્રણને ઝડપી લીધાં હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં રહેતા ચંદુભાઈ મહેતાનો પરિવાર પ્રથમ બુટ ચપ્પલના ધંધા સાથે સંકળાયેલ હતો. ચંદુભાઈના પાંચ પુત્રો પણ આ જ ધંધામાં પરોવાયા હતા, સમય જતા પાંચ પૈકી એક ભાઈની હત્યા થઇ હતી અને અન્ય માતા-પિતા સહીત અન્ય બે ભાઈઓના પણ સમયાન્તરે મૃત્યુ થયા છે. ચંદુભાઈના ગઈ કાલે હત્યાનો ભોગ બનેલ પુત્ર કીરીટભાઈને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે, પુત્ર હાલ અમેરિકામાં સ્થાઈ થયો છે જયારે પુત્રી પણ સાસરે છે. પત્નીના મૃત્યુ બાદ કિરીટભાઈ જામનગર ભાઈ સાથે રહી સિરામિક સહિતના ધંધામાં ધ્યાન આપતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે મહાજન પરિવાર હતપ્રભ થઇ ગયો છે.

Related posts

જામનગરની કલેકટર કચેરીમાં આવકના દાખલા કઢાવવામાં અરજદારો પરેશાન

Nawanagar Time

છાપાની પસ્તીમાં ગાંઠિયા-ભજિયા ન ખાતાં: જામ્યુકોની સૂચના

Nawanagar Time

હેરિટેજ સોલેરિયમ મહાનગર પાલિકાને સોંપાયું

Nawanagar Time

Leave a Comment