Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારો વડે હુમલો

jamnagars-house-with-sharp-weapon-attack

મસીતિયામાં ઘોડા રેસ સમયે મનદુ:ખના કારણે હુમલો

જામનગર:-જામનગરમાં જુના કુંભારવાડામાં  પરિવારના પિતા-પુત્રો પર ત્રણ સખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ઈજા પહોચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મસીતીયા ગામે ઘોડારેસ દરમિયાન અન્ય સખ્સો સાથેના મનદુ:ખને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે. પોલીસે મારામારી કરી નાશી ગયેલા ત્રણેય સખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ, ગઈકાલે  શહેરના ગોવાળફળીમાં જુના કુંભાર વાડામાં રહેતા જાવીદ ઈસ્માઈલભાઈ સિપાઈના ઘર પર અલ્તાબભાઇ ખેરાણી (સુમરા), હુશેનભાઇ અંસારી મનસુરભાઇ વાઘેર નામના ધરાનગરમાં રહેતા સખ્સોએ તલવાર અને છરી વડે હુમ્લો કર્યો હતો. જેમાં જાવીદ તથા તેના ભાઇ મહેબુબ તથા તેના પિતાજી ઇસ્માઇલભાઇ ને તલવાર તથા છરીના માથામાં તથા હાથના ભાગે પ્રહારો કરી  ઈજા પહોચાડી હતી.  આ ઘટનાને અંજામ આપી આરોપીઓ નાશી ગયા હતા. આ ઘટના અંગે સારવાર લીધા બાદ જાવીદએ આરોપીઓ સામે સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં આઈપીસી કલમ 324,323,504,114 જી.પી.એક્ટ કલમ 135 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મસિતિયા ગામે ઘોડાના રેસમાં આરોપીઓને બીજા લોકો સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ થયેલ  કુંભાર વાળો ગોવાળફળી થયેલ મારા-મારી મા જાવીદ તથા તેમના ભાઇ છોડાવવા વચ્ચે પડ્યા હતા.  જેથી આરોપીઓએ જાવીદ તથા તેમના ભાઇ ઝઘડામાં પોતાની સાથે મારા-મારી કરવા આવ્યા હોવાનું સમજી હુમલો કર્યો હોવાનું જાહેર થયું છે. પોલીસે નાશી ગયેલા આરોપીઓની ભાળ મેળવવા તપાસ શરુ કરી છે.

Related posts

વિજરખી ગામમાં હોટલ સંચાલકના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

Nawanagar Time

બાઈકની જીજે-10-ડીજી સિરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરના ઈ-ઓક્સન

Nawanagar Time

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા યુવાનનો ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત

Nawanagar Time

Leave a Comment