Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની મનો દિવ્યાંગ બાળકીની રમત-ગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ

jamnagars-psycho-divide-unique-achievement-in-the-sports-field-of-the-girl

માનસિક દિવ્યાંગ ખ્યાતીએ જિલ્લા અને રાજ્યકક્ષાએ મેળવ્યા છે ગોલ્ડ-સિલ્વર મેડલ

જામનગર:-જામનગરની માનસિક, દિવ્યાંગ બાળકી ખ્યાતીએ રમત-ગમત, કલા, રાસ, ગરબા, નાટક સહિત જુદી-જુદી સ્પર્ધાઓમાં ભાગ લઇ ગોલ્ડ  મેડલ મેળવી જામનગરનું નામ રોશન કર્યુ છે.

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા પુષ્પાબેન વોરાની પુત્રી ખ્યાતીબેન જન્મથી જ માનસિક વિકલાંગ છે. પરંતુ માતા-પિતાએ તેમની મનો દિવ્યાંગ બાળકોની તાલીમ શાળામાં મોકલી તેમજ જુદી જુદી પ્રવૃતિઓમાં પણ ભાગ લેવડાવવાનું શરૂ કર્યુ શરૂઆતમાં જુદી-જુદી સંસ્થાઓ દ્વારા યોજાતી મનો દિવ્યાંગ બાળકો માટેની સ્પર્ધાઓમાં  લઇ ખ્યાતી ઇનામને પાત્ર બની રાસ-ગરબા, મહેંદી હરીફાઇ વગેરે જેવી સ્પર્ધાઓમાં ભાગ લઇ ખ્યાતીએ સામાન્ય દિકરીઓની જેમ જ સફળતા મેળવી. આ ઉપરાંત રમત-ગમત ક્ષેત્રેમાં પણ ખ્યાતીએ પોતાની મનો દિવ્યાંગતાને ચેલેન્જ આપી જુદી-જુદી રમતોમાં ભાગ લેવાનું શરૂ કર્યુ અને રમત ગમત ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ મેળવી જેમાં સ્પેશ્યલ ઓલ્મ્પીક ભારત  2010માં ફાસ્ટ વોક 50 મીટરમાં પ્રથમ, 2011માં દ્વિતીય, વર્ષ 2011માં ખેલ મહાકુંભમાં એથલેન વિભાગમાં 50 મીટર વોકમાં તૃતીય સહિત અનેક સ્પર્ધાઓમાં ભાગ લઇ રાજ્ય અને જિલ્લા કક્ષાએ ગોલ્ડ, સિલ્વર મેડલો સાથે ઇનામો મેળવ્યા છે. આમ મનો દિવ્યાંગ બાળકી ખ્યાતીએ એક સામાન્ય વ્યકિતની જેમ જ જુદી જુદી સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય  છે. જેમાં તેના માતા પુષ્પાબેન અને પિતા વિજયભાઇ વોરાનું પણ યોગદાન છે. મનો દિવ્યાંગ બાળકીને એક સામાન્ય બાળકની જેમ જ ઉછેરી સમાજને એક અનોખુ ઉદાહરણ પુરૂ પાડયું છે.

Related posts

જામનગરની સમરસ હોસ્ટેલ સહિતના નવ સ્થળે કોરેન્ટાઈન સેન્ટર કાર્યાન્વિત

Nawanagar Time

શેઢાખાઇ ગામે ત્રણ યુવાનો પર ઘાતક હૂમલો: છ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

Nawanagar Time

હાલારમાં આગ ઓકતી ગરમી માટે કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર

Nawanagar Time

Leave a Comment