Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના એસ.ટી. ડેપો મેનેજર બે દિવસથી મંજૂરી વગર ગેરહાજર

jamnagars-st-depot-manager-absent-without-approval-for-two-days

જામનગર:-લોકસભાની ચુંટણી તથા 77 જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણી જાહેર થતા આદર્શ આચારસહિતાનું જાહેરનામું રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને જિલ્લાના મુખ્ય જવાબદારી અધિકારીઓને પૂર્વ પરવાનગી વગર હેડકવાર્ટર નહી છોડવા તાકીદ કરી છે ત્યારે જામનગર એસ.ટી. ડેપો  આદેશનો ઉલાળ્યો કરી બે દિવસથી મંજૂરી વગર ગેરહાજર રહેતાં કર્મીઓમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે.

એસટી વિભાગમાં જાણે કે, સમાર્હતાના જાહેરનામાની અવગણના કરતા હોય તેમ પ્રથમ વિભાગીય નિયામક દ્વારા તથા હવે ડેપો મેનેજરે ઉલાળ્યો કર્યો છે અને ડેપો મેનેજર બે દિવસથી ડેપોમાંથી મંજૂરી વગર ગેરહાજર થઇ જતાં કર્મચારીઓમાં તર્કવિર્તકની  ઉઠવા પામી છે અને અધિકારીની હાલના સમયમાં જાહેરનામું હોવા છતાં રજા મંજૂર કરવામાં આવી છે કે શું સહિતના સવાલો ઉઠવા પામ્યા છે. ડેપો મેનેજર પાસે ખુલાસો માંગ્યો બુધવારના અમે સાથે હતાં ડેપો મેનેજર ગુરૂવારના ડેપોમાં હતાં કે, નહી તેની જાણ નથી પરંતુ શુક્રવારના ડેપોમાં ન હોવાની માહિતી મળી છે,  આ બાબતે ડેપો મેનેજર પાસે નિયમ મુજબ ખુલાસો માંગવામાં આવ્યો છે, જોકે, ડેપો મેનેજર દ્વારા નિયમ મુજબ રજા લેવામાં આવી નથી.એવું જામનગર વિભાગીય નિયામક મુકેશ રાવલએ જણાવ્યું હતું.

Related posts

હાશ.. ઠંડી ઘટી! જામનગરમાં 11.4 ડીગ્રી

Nawanagar Time

જામનગર જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પુન: પ્રારંભ

Nawanagar Time

રોગ પ્રતિકારક શક્તિ વધારવા શમશમનવટીનું સેવન કરો: મુખ્યમંત્રી

Nawanagar Time

Leave a Comment