Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરનો સ્વિમિંગ પુલ 1લી એપ્રીલથી ખુલ્લો મુકાશે

jamnagars-swimming-pool-will-open-from-1st-april

જામનગર:-આ વખતના ઉનાળામાં જામનગરના વિદ્યાર્થી વર્ગ અને તરવાના શોખીનો માટે સ્વીમીંગપુલ નવા પાણી સાથે તૈયાર છે. માત્ર વહિવટી પ્રક્રિયા પુરી  આગામી 1 એપ્રિલથી સ્વીમીંગપુલ ખુલ્લો મુકવામાં આવશે તેમ અધિકારીઓ જણાવે છે.

આ વર્ષે સ્વીમીંગ પુલ ખાલી કરીને લાદીઓ બદલાવવા, તુટેલી પાળીની મરામત તેમજ પાઇપલાઇનોની દુરસ્તીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. સામાનય રીતે દર વર્ષે શિયાળાની વિદાય બાદ જામનગર શહેરનો એક માત્ર મ્યુ.કોર્પોરેશન સંચાલિત સ્વીમીંગ પુલ માર્ચ માસથી ખુલ્લો મુકવામાં  છે. જે હવે આગામી 1લી એપ્રિલથી ચાલુ થશે. જેનો લાભ વિદ્યાર્થીઓ તેમજ તરવાના શોખીનો લઇ શકશે. દર વર્ષે સવાર અને સાંજના 3-3 બેચમાં 750 જેટલા લોકો સ્વીમીંગ કરવા આવે છે. જે માટે દરેક બેચ દીઠ બે-બે લાઇફ ગાર્ડ અને એક એક કોચની નિમણુંક કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું સ્પોર્ટસ સેન્ટરના  કે.સી. મહેતાએ જણાવ્યું હતું. સવારે 9 વાગ્યે અને સાંજે 6 વાગ્યે બહેનોનો બેચ રાખવામાં આવે છે. ઉપરાંત બેબી સ્વીમીંગપુલમાં નાના-નાના ભુલકાઓ પણ નહાઇ શકે તેમજ પ્રાથમિક તરણ શીખી શકે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ સ્વીમીંગપુલનો લાભ લેવા માટે સવારે 10-30થી સાંજે 5 દરમિયાન મેમ્બરશીપના ફોર્મ મળે છે.  10 વર્ષથી નીચેના માટે 250 રૂપિયા અને મોટાઓ માટે રૂા.450 માસિક ફી રાખવામાં આવી છે. જે પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું સ્પોર્ટસ કોમ્પ્લેકસ કાર્યાલય દ્વારા જાણવા મળે છે.

Related posts

સૌરાષ્ટ્રના દરીયાકાંઠો સાગર સુરક્ષા કવચથી રક્ષીત કરાયો

Nawanagar Time

જામનગરમાં ઈશ્વર વિવાહ યોજાયા

Nawanagar Time

જામનગર ફાયરીંગ પ્રકરણમાં સાતે‘ય આરોપીઓ જેલ હવાલે

Nawanagar Time

Leave a Comment