Nawanagar Time
પોલિટીક્સ રાજકોટ

જંગ-એ-જસદણ : બાવળિયાએ અમરાપુરમાં અને નાકીયાએ પરિવાર સાથે આસલપુરમાં મતદાન કર્યું

Jang-e-Jassadan: Bawariya in Amrapur and Nakiyya voted in Asalpur with family

નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા

બાવળિયાની પુત્રીએ વિજય તિલક કરી કહ્યું સારી લીડથી જીત નોંધાવો

– ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. બાદમાં તેમની દીકરી ભાવનાબેને તિલક કરી કહ્યું હતું કે, આ વિજય તિલક છે સારી લીડથી જીત નોંધાવો. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશિર્વાદ લીધા હતા અને મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા. બાદમાં પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
– કુવરજીભાઇના પુત્ર મનિષ બાવળિયાએ મતદાન કર્યું
– કુંવરજી બાવળિયાએ મતદાન કરીને જણાવ્યું હતું કે, આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક મતદાન હશે. જસદણ બેઠકમાં જીતનો રેકોર્ડ 21000 છે જે કુંવરજીભાઇ પોતે જ પોતાનો રેકોર્ડ તોડી 51000 મતથી જીતે તેવો દાવો કર્યો છે
– આસલપુરમાં છકડો લઇ અવસર નાકિયા મતદાન કરવા પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું
– મતદાન શરૂ થાય તે પહેલાં જ કડકડતી ઠંડીમાં લોકો લાંબી-લાંબી લાઇનોમાં રહ્યા ઉભા
– જસદણ બેઠક પર દિવ્યાંગ મતદારો માટે ખાસ બૂથ અને મહિલા મતદારો માટે મોડલ મતદાન મથક પણ આ ચૂંટણીમાં ઊભા કરાયા છે.
– કુલ મતદારોમાં 1,22,180 પુરૂષ, 109936 સ્ત્રી મતદાર

Related posts

રાજકોટમાં મુખ્યમંત્રીનું સજોડે મતદાન

Nawanagar Time

સૌરાષ્ટ્ર યુનિ.ની 1લી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ, હજારો વિદ્યાર્થીઓને હાશકારો

Nawanagar Time

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષે નિધન

Nawanagar Time

Leave a Comment